________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૪૧
66
ક્રૂરતા દડાની જેમ પ્રભુને રમાડે છે. કેટલાક રાજશુ થઈ ને જીવ જીવ, નંદ નંદુ” એમ વારવાર ખેલે છે.. કેટલાક દેવો મેર થઈને મયૂરના શબ્દને કરતાં સ્વામીની આગળ નાચે છે. કેટલાક હંસના રૂપને ધારણ કરતાં. ગાંધાર શબ્દનો અવાજ કર્તા પાસે ક્રૂરે છે. કેટલાક કૌંચનું રૂપ ધારણ કરી મધ્યમ અવાજ કરતાં પ્રભુ આગળ - ચીસ પાડે છે. કેટલાક દેવો કેડિકલનું' રૂપ ધારણ કરી પ્રભુના ચિત્તના આનંદ માટે સ્વામીની પાસે પચમ સ્વરે ગાય છે. કેટલાક દેવો પ્રભુનુ વાહન થઈ ને પેાતાને પવિત્ર. કરવા ઈચ્છતા અશ્વરૂપવાળા થઈને હેષારવ વડે ધૈવતધ્વનિને કરે છે. કેટલાક કલભ (= હાથીના બચ્ચા)નું રૂપ ધારણ કરી નિષાદ સ્વરનો અવાજ કરતા અધોમુખવાળા થઈ ને સૂંઢ વડે પ્રભુના ચરણાને સ્પર્શ કરે છે. કેટલાક વળી વૃષભનુ રૂપ ધારણ કરી ઋષભ સ્વર વડે ચેભતા ગવડે કિનારાઓને તાડન કરતા સ્વામીના નેત્રને વિનોદ માડે છે. કેટલાક અંજનગિરિની જેમ મહિષ થઈને પ્રસ્પર યુદ્ધ કરતાં સ્વામીને યુદ્ધ ક્રીડા બતાવે છે. પ્રભુના વિનોદ માટે મલરૂપધારી કેટલાક દેવો વારવાર ભુજાઓને અફળાવતા મલ્લયુદ્ધની ભૂમિમાં પરસ્પરને મેલાવે છે.
આ પ્રમાણે વિવિધરૂપે કરીને દેવો વડે સતત સેવાતા, તે ધાત્રીરૂપધારી દેવાંગનાઓ વડે લાલન કરાતા, પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામે છે.
અંગુઠાના મમૃતપાનની અવસ્થાથી આગળની વયમાં