________________
૧૩૨
શ્રી ઋષભનાથ યુરિવ
લાવે છે. આ પ્રમાણે વિદતને દૂર કરનાર ઈંદ્વોના સમૂહ સર્વ આદરપૂર્વક કરાતા, ભયને દૂર કરનાર પ્રથમ જિનેશ્વરનું મજજન મારા જેવા મંદબુદ્ધિ વડે કેટલું વર્ણન કરી શકાય ?
જિનેશ્વરને અભિષેક થતો હોય તે સમયે પરમ હર્ષના સમૂહથી રોમાંચિત શરીરવાળા સર્વ દેવેન્દ્રો ધૂપધાણાં, વેતચામર, વિશાળ છત્ર, શુભ પુષ્પો અને શ્રેષ્ઠ ગંધ હાથમાં લઈ આગળ ઊભા રહે છે.
અચુત દેવેન્દ્ર જિનેશ્વરને સ્નાન કરીને અટકે. છતે પ્રાણત વગેરે બાસઠ ઈંદ્રો પણ પિત–પિતાના પરિવારથી પરિવરેલા મહાવિભૂતિ વડે સૌધર્માધિપતિને મૂકીને અનુક્રમે પ્રથમ જિનેશ્વરને અભિષેક કરે છે. તેમજ અંગરાગ અને પૂજન કરે છે.
તે પછી ઈશાનંદ્ર સૌધર્મેન્દ્રની જેમ પિતાનું રૂપ પાંચ પ્રકારે વિમુવીને એકરૂપે ભગવંતને ખેાળામાં ધારણ કરી સિંહાસન ઉપર બેસે છે, બીજા રૂપે વેત છત્ર ધરે. છે, બે રૂપે બને શ્રેષ્ઠ ચામરોવડે જિનેશ્વરને વિજે છે, એક રૂપે આગળ હાથમાં ફૂલ ઉછાળતે આગળ ઊભો. રહે છે.
સૌધર્મ કરેલે અભિષેક મહોત્સવ હવે સીધર્માધિપતિ પણ તીર્થકરની ચાર દિશામાં શંખ જેવા ઉજજવળ, રમણીય શરીરવાળા ચાર વેત વૃક્ષ વિ છે, તે બળના આઠ ઇંગમાંથી આઠ