________________
શ્રી ઋષભનાથ ત્રિા
ઈંદ્ર પિતાના ભદ્રાસન ઉપર પૂર્વાભિમુખ બેસે છે. તેવી રીતે ઇંદ્રના સામાનિક દેવે ઉત્તર દિશાના પાન વડે વિમાનની અંદર પ્રવેશ કરીને પોત–પિતાના ભદ્રાસન ઉપર બેસે છે, એ પ્રમાણે બીજા પણ દેવ પશ્ચિમ દિશાની સોપાન પંક્તિ વડે પ્રવેશ કરીને પોત-પોતાના આસન ઉપર બેસે છે.
સિંહાસન ઉપર બેઠેલા ઈંદ્રની આગળ દર્યણ વગેરે આઠ મંગલે શેભે છે, ઉપર શ્વેત છત્ર, બન્ને બાજુ ચાલતા હંસ જેવા વીંઝાતા બે ચામર શોભે છે, તેથી કોડેની સંખ્યાવાળા સામાનિક દેવોથી પરિવરેલો ઈંદ્ર પ્રવાહ વડે સમુદ્રની જેમ શેભે છે. તે વિમાન અન્યદેવાના વિમાનોથી પરિવરેલું, મૂળચૈત્ય પરિધિના ચૈત્યો-વડે શેભે તેમ અત્યંત શેભે છે.
તે પછી માગધના જય જય શબ્દ વડે, દુંદુભિના અવાજ વડે, ગંધર્વસૈન્ય અને નાટક રીન્યના વાજિંત્રોના અવાજ વડે અને દેવોના કોલાહલ વડે શબ્દમય વિમાન ઈંદ્રની ઈચ્છાથી સૌધર્મ દેવકની ઉત્તર દિશાથી તીચ્છમાગે ઉતતું જંબુદ્વીપને ઢાંકવા માટે ભાજન હોય તેવું દેખાય છે. - તે વખતે સિંહના વાહનવાળે હાથીના વાહનવાળાને કહે છે કે–તું અહીંથી દૂર ખસ, અન્યથા મારે સિંહ સહન કરશે નહિ. એ પ્રમાણે મહિષના વાહનવાળો અશ્વના વાહનવાળાને, વાઘના વાહનવાળે મૃગના વાહનવાળાને, ગરુડના વાહનવાળે સપના વાહનવાળાને કહે છે.