________________
૧૦૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
હતું, ત્યારે ચંદ્રયશા ભાર્યાએ એક મિથુનને જન્મ આપે. તે સ્ત્રી-પુરુષ અસંખ્ય વર્ષના આયુષ્યવાળા, પ્રથમ સંઘયણવાળા, પ્રથમ સંસ્થાનવાળા, શ્યામ વર્ણવાળા, આઠસો ધનુષ્ય ઊંચા, માત-પિતા વડે “ચક્ષુબ્બાન અને ચંદ્રકાંતા એ પ્રમાણે અપાયેલ નામવાળા વધવા લાગ્યા. છ માસ સુધી તે પુત્ર-પુત્રી રૂપ યુગલનું પાલન કરીને જરા અને રોગરહિત એવા તે મૃત્યુ પામીને વિમલવાહન સુવર્ણકુમારમાં અને ચંદ્રયશા નાગકુમારમાં ઉત્પન્ન થયા. તે હાથી પણ પિતાનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાં જ નાગકુમારમાં ઉત્પન્ન થયે.
બીજો કુલકર : ચક્ષુષ્માન, હવે ચક્ષુષ્યાનું પણ વિમળવાહનની પેઠે યુગલિક મનુષ્યને મર્યાદામાં રાખતા હતા. અંતિમ સમય પ્રાપ્ત થશે છતાં ચક્ષુષ્માન અને ચંદ્રકાંતાને યશસ્વી અને સુરૂપ નામે યુગલિકરૂપે પુત્ર-પુત્રી ઉત્પન્ન થયા. તેઓ પણ પૂર્વની જેમ સંઘયણ સંસ્થાન અને વર્ણ વડે સરખા, પૂર્વથી કાંઈક ઓછા આયુષ્યવાળા, અનુક્રમે વૃદ્ધિ પામ્યા. હંમેશાં સાથે ફરતા, કાંતિવાળા, સાતસો ધનુષ્ય ઊંચા, તેઓ યુગલિક મનુષ્યોની વચ્ચે તેરણ અને સ્તંભના. વિલાસને પામતા હતા. કાળક્રમે કાળ ધર્મ પામીને ચક્ષુખાન સુવર્ણકુમારમાં અને ચંદ્રકાંતા નાગકુમારમાં ઉત્પન્ન થયા.