________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૯૯
તે વખતે ત્યાં ભૂમિએ સાકરની જેવા સ્વાદવાળી હોય છે અને નદી આદિમાં પાછું પણ હંમેશાં અત્યંત મધુર હોય છે.
બીજા આરામાં મનુષ્ય બે પલ્યોપમના આયુષ્યવાળા, બે કોશ ઊંચા અને ત્રીજા દિવસે ભેજન કરનારા હેય છે. તે આરામાં કલ્પવૃક્ષે કાંઈક ઓછા પ્રભાવવાળા હોય છે, પાણી અને ભૂમિની મીઠાશ પણ પહેલા આરા કરતાં કાંઈક હીન થાય છે, આ આરામાં કાળક્રમે પૂર્વના : આરાની જેમ હીન–હીનતર બીજું સર્વ પણ થતું જાય છે.
ત્રીજા આરામાં મનુષ્ય એક પાપમના આયુષ્યવાળા, એક કોશ ઊંચા, બીજા દિવસે ભજન કરનારા હોય છે, આ આરામાં પૂર્વની જેમ દેહ–આયુ–ભૂમિની મધુરતા અને કલ્પવૃક્ષોને પ્રભાવ પણ હીન થાય છે.
પૂર્વના પ્રભાવથી રહિત ચોથા આરામાં મનુષ્ય ક્રોડપૂર્વના આયુષ્યવાળા, પાંચસે ધનુષ્ય ઊંચા હોય છે.
પાંચમા આરામાં સો વર્ષના આયુષ્યવાળા, સાત હાથ ઊંચા દેહવાળા મનુષ્ય હોય છે.
છઠ્ઠા આરામાં વળી સોળ વર્ષના આયુષ્યવાળા, એક હાથ ઊંચા મનુષ્ય હોય છે.
૧ ક્ષેત્ર સમાસ ગ્રંથમાં એકસે ત્રીસ વર્ષના આયુષ્યવાળા કહેલ છે.
૨ ક્ષેત્રસમાસ ગ્રંથમાં વીશ વર્ષના આયુષ્યવાળા પણ કહેલ છે. ૩ ક્ષેત્રસમાસ ગ્રંથમાં બે હાથ ઊંચાઈવાળા મનુષ્ય કહેલ છે.