________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૯૩
હૃદય તમે છે, તેથી તમે જાણે. વ્યવસાયમાં તત્પર મોટા માણસેના એકાંતમાં વિચારાયેલા કાર્યોને કણ જાણે, વળી જાણે તે પણ તે ઘરે શા માટે કહે?
અશેકદત્ત પણ કહે છે–તારા પતિને તેણી સાથે જે પ્રોજન છે, તે હું જાણું છું, પરંતુ તે કેવી રીતે. કહી શકાય ?
પ્રિયદર્શનાએ પૂછ્યું તે શું છે?”
તે કહે છે કે–તારી સાથે મારે જે પ્રજન છે તેણીની સાથે તેને પણ તે પ્રોજન હોય!
તેને ભાવ નહિ જાણતી સરળ સ્વભાવવાળી પ્રિય-- દર્શનાએ ફરીથી પણ પૂછ્યું–મારી સાથે તમારે શું પ્રજન છે?
તે બે -તે સુંદર નેત્રવાળી! એક તારા પતિ વિના ભિન્ન-ભિન્ન રસને જાણનારા કયા સચેતન પુરુષને. તારી સાથે પ્રોજન ન હોય?
કાનમાં સોય સરખા તેના દુષ્ટ ભાવને સૂચવનારા. વચનને સાંભળીને તે અધમુખવાળી થઈને કેપ સહિત સાક્ષેપ પૂર્વક કહેવા લાગી કે– ' અરે મર્યાદા વગરના અધમ પુરુષ ! તેં આવે. વિચાર કેવી રીતે કર્યો? અથવા વિચાર્યું છતાં કેવી રીતે. કહ્યું? અત્યંત અધમ એવા તને ધિક્કાર હે ! વળી. મહાત્મા એવા મારા પતિને પિતાની સરખે અરે ! તું