________________
૮૯
શ્રી અષભનાથ ચરિત્ર
પગલે પગલે પ્રવતેલા ગીત-વાજિંત્રના મહાશબ્દ અધિક ઉત્પન્ન થયે છતે એક વૃક્ષની ઘટામાંથી “બચાવો, બચાવ” એ પ્રમાણે ભયથી ત્રાસ પામેલી કઈક સ્ત્રીને કરુણ શબ્દ ઉત્પન્ન થયે. કાનમાં પ્રવેશ પામેલી તે વાણી વડે ખેંચાયા હોય તેમ “આ શું?” એ પ્રમાણે સંક્રાંત થયેલે સાગરચંદ્ર ત્યાં દેડ્યો. તેણે ત્યાં પૂર્ણભદ્ર શેઠની પ્રિયદર્શના નામની પુત્રીને વરુ વડે હરિણીની માફક દુષ્ટજને વડે ગ્રહણ કરાયેલી જોઈ. હવે તે એક દુષ્ટના હાથને મરડી નાંખીને તેના હાથમાં છરી ગ્રહણ કરી, તે દુષ્ટ પુરુષે તેનું તેવા પ્રકારનું પરાક્રમ જોઈને બળતા અગ્નિને જેવાથી વાઘની જેમ નાસી ગયા.
સાગરચંદ્રવડે દુષ્ટ પુરુષથી છેડાયેલી પ્રિયદર્શના પપકારરસિક ક ઉત્તમ પુરુષ મારા પુણ્યોદયથી -ખેંચાઈને અહીં આવ્યા ? કામદેવ સમાન રૂપને ધારણ કરનારે જ મારો પ્રિય થશે એમ વિચારતી તે પિતાને ઘરે ગઈ.
અશેકદત્ત સહિત સાગરચંદ્ર હૃદયમાં પરોવાઈ ગયેલી હોય એવી પ્રિયદર્શનાને વહન કરતો ઘરે ગયે.
- હવે ચંદનદાસ શેઠે લેકપરંપરાથી પુત્રને સમગ્ર વૃત્તાંત જા. કારણકે ઉત્કૃષ્ટ શુભ કાર્ય ગુપ્ત રહેતું નથી. તેણે વિચાર્યુ કે પ્રિયદર્શનાની ઉપર એનો રાગ ઉચિત છે, રાજહંસ કમલિની વિના બીજે આનંદ પામતે નથી, આ પુત્રે તે વખતે આ ઉદ્ભટપણું પ્રગટ કર્યું તે