________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
અવગાહન કરવાની શક્તિ વડે તેઓ મનોબલી હતા, અંતમુહૂર્તમાં અકાર આદિ બેંતાલીશ માતૃકાક્ષર માત્રની લીલાવડે સર્વ શ્રતને ગુણતા તેઓ વચનબલી હતા. દીર્ઘકાળ સુધી પ્રતિમાને સ્વીકાર કરતા, પરિશ્રમ અને ગ્લાનિ રહિત એવા તેઓ કાયબલી હતા, પાત્રમાં રહેલા ખરાબ અન્નને પણ અમૃત આદિ રસપણે પરિણમાવવાથી તેઓ અમૃતક્ષીર–મધુ અને વૃત આશ્રવી હતા. દુઃખથી પીડિત જીવોને વિષે તેઓનું વચન અમૃત આદિના પરિણામને ઉત્પન્ન કરે છે. તેઓના પાત્રમાં પડેલું અન્ન થોડું હોવા છતાં પણ ઘણાને આપવા છતાં જ્યાં સુધી પિતે જમે નહિ ત્યાં સુધી ક્ષય ન પામે તેથી તેઓ અક્ષીણમહાનસ ઋદ્ધિવાળા હતા. તીર્થંકરની પર્ષદાની જેમ અલ્પ દેશમાં પણ બાધારહિતપણે અસંખ્ય પ્રાણીઓની સ્થિતિ વડે તેઓ અક્ષણમહાલય હતા. બાકીની (બીજી) ઇંદ્ધિના વિષયને એક પણ ઇંદ્રિય વડે પ્રાપ્ત કરતા હોવાથી તેઓ સંભિન્નશ્રોત લબ્ધિવાળા હતા. તેઓની તેવા પ્રકારની જંઘાચારણ લબ્ધિ હતી કે જેથી એક ઉત્પાત વડે તેઓ સૂચકદ્વીપ જાય છે, ચકદ્વીપથી વળતાં તેઓ એક ઉત્પાત વડે નંદીશ્વરદ્વીપમાં આવે છે. બીજા ઉત્પાત વડે સ્વસ્થાનમાં આવે છે. ઊર્ધ્વગતિએ જતાં તેઓ એક ઉત્પાત વડે મેરૂ પર્વતના શિખરે રહેલા પાંડુક વનમાં, અને પાછા વળતાં થકા એક ઉત્પાતવડે નંદનવનમાં અને બીજા ઉત્પાતવડે ઉત્પાત ભૂમિમાં (સ્વસ્થાનમાં) આવે છે. તેઓ