________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
જિનેશ્વરની પ્રતિમાઓની પૂજા કરવામાં તત્પર છું. અહીંથી બીજા તીર્થોમાં જતાં માર્ગમાં હું ચ્યવન પામતે છું. અહીં મારા વિવેગમાં એકલી થઈ ગયેલી દીન મુખવાળી આ સ્વયંપ્રભા છે. અહીં ચ્યવન પામતી તે જ મારી પ્રિયા છે.
હું માનું છું કે તેણીએ જાતિ સ્મરણ વડે અહીં પિતાનું ચરિત્ર લખ્યું છે, કારણ કે બીજાએ અનુભવેલું બીજે કયારેય જાણી શકતું નથી.”
પંડિતા પણ “સારું એમ કહીને શ્રીમતીની પાસે જઈને હદયને શલ્ય રહિત કરવામાં ઔષધ સરખું તે સર્વ કહે છે.
શ્રીમતીનું વજસંઘ સાથે પરણવું શ્રીમતી પ્રિયના વૃત્તાંતની વાણી સાંભળી રોમાંચિત થઈ. તે વૃત્તાંત શ્રીમતીએ પંડિતાના મુખે પિતાને જણાવ્યું, કારણ કે સ્ત્રી “સ્વાધીનપણને એગ્ય નથી.”
તે વાણથી પ્રમુદિત વજસેનરાજા વજજઘકુમારને બોલાવીને તેને કહે છે કે હે કુમાર ! અમારી આ શ્રીમતી પુત્રી પૂર્વજન્મની જેમ હમણાં પણ તારી પ્રિયા થાઓ. તે કુમારે પણ તેમ થાઓ” એમ સ્વીકારવાથી પ્રસન્ન થયેલે રાજા શ્રીમતી કન્યાને કુમાર સાથે મહોત્સવ પૂર્વક પરણાવે છે. તે પછી ચાંદની અને ચંદ્રની જેમ સંયુક્ત તે બને વેત વસ્ત્ર ધારણ કરનારા રાજાની અનુજ્ઞા લઈ લેહાલપુરમાં ગયા.