________________
૬૮]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય બીજે દિવસે ધૃતરાષ્ટ્ર ભીષ્મ આદિ મોટા મોટા સ્વજનેની સામે નિમિત્તાને બોલાવી પૂછ્યું કે આકાશવાણીથી જાણ્યું છે કે યુધિષ્ઠિર પ્રજાપ્રિય રાજા થશે, તે પછી મારે દુર્યોધન રાજા થશે કે નહિ ? તે વસ્તુને તમો જ્ઞાનદ્રષ્ટિથી જોઈને વિચાર કરીને કહો, તે વારે ધૂળની ડમરીથી દશે દિશાઓ ભરાઈ ગઈ, વિજળીના કડાકા થવા લાગ્યા, પૃથ્વી કોપાયમાન થઈ શીયાળ” અપશુકનીયાળ ગર્જના કરવા લાગ્યા, સૂર્યની આજુબાજુ ગોળ કુંડાળું થયું. આ પ્રમાણેની અમંગળ ઘટનાઓને જેઈ નિમિત્તોએ વિદુરજીને કહ્યું કે : “દુર્યોધન રાજાઓને જીતનારે બળવાન રાજા થશે, પરંતુ પિતાના કુળને તથા પ્રજાને નાશ કરવાવાળો થશે. નિમિત્તની વાત સભામાં વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહી સંભળાવી, કાનને અપ્રિય કડવી વિદુરજીની વાત સાંભળીને ધૃતરાષ્ટ્રે પૂછ્યું કે કુળનું કલ્યાણ કેવી રીતે થશે?
ધૃતરાષ્ટ્રના પૂછવાથી જ્ઞાની વિદુરજીએ ધૃતરાષ્ટ્રને અપ્રિય લાગે તેવા સત્યવચન કહ્યાં કે આપ કુલનું કલ્યાણ ઈચ્છતા હે તે, દુર્યોધનને ત્યાગ કરે, વિદુરજીની વાત સાંભળીને ધૃતરાષ્ટ્ર ચુપ રહ્યા, તે વારે પાંડુરાજા બેલી ઉઠયા, કે દુર્યોધનને માટે ઘણું માનતાએ માન્યા બાદ જન્મેલે છે, પુત્રથી જ જે કુલને નાશ થશે તે પછી કુલનું કલ્યાણ કેણ કરશે ? જે આકાશમાં સૂર્ય અંધકાર ફેલાવશે તે પછી પ્રકાશ આપશે કોણ? ગર્ભના