________________
૪૭૦ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય હતા, તબિળથી નિર્વિદને અગ્યાર વર્ષ પસાર થઈ ગયા, બારમું વર્ષ ચાલતું હતું. તે વખતે નગરજનોને એક સાથે એક જ વિચાર આવ્યો કે “અમારા તપથી તૈપાયન મુનિ હારી ગયા છે.” “દ્વપાયન મુનિને નાશ થયો છે.” આ પ્રમાણે નિશ્ચય કરીને નગરના લેક ફરીથી પ્રસાદ વશ પડીને મદ્યપાન કરવા લાગ્યા, “ભવિતવ્યતાને કોણ રેકી શકયું છે.” - ત્યારબાદ ધરતીકંપ-નિર્ધાત-ઉલ્કાપાત-વિગેરે અનેક ઉત્પાત થવા લાગ્યા, સૂય પ્રાંડ ગરમી વરસાવવા લાગ્યો, પુત્તલીએ હસવા લાગી, સમય વિના રાહુ સૂર્ય ચંદ્રને
સવા લાગ્યા, લેકે રાત્રિના અનેક પ્રકારે દુઃરવો જેવા લાગ્યા, મારા ચકાદિરત્નો ચાલ્યા ગયા, ચારે તરફ મહાવાયુ કુંકાવા લાગે, બહારથી મોટા એના વૃક્ષોને ઉખાડી તે પવન નગરમાં ફેંકવા લાલ્યો, એટલામાં મારી તથા બલરામની સામે કેઈએ દ્વારિકામાં આગ લગાડી, મારા મનમાં શોક અને આકાશમાં ધૂમાડાથી અંધકાર ફેલાઈ ગયે, મોટી મોટી જવાળાઓથી ધૂમાડો શાંત પડયે, પરંતુ મારા મનને અંધકાર ઉત્તરોત્તર વધતો ચાલ્ય, બળદેવની સાથે હું એક રથ ઉપર વસુદેવ, દેવકીજી-તથા રહિણીને બેસાડી નગરમાંથી બહાર નીકળવા લાગ્યા, પરંતુ તે રથને ઘોડા તથા બળદ પણ ન ખેંચી શક્યા ત્યારે મેં તથા બલદેવે ધુસરાને પકડી રથને ખેંચવા માંડે, ધૂસરૂં તૂટી જવા છતાં પણ અમે બંને જણે મહામુશ્કેલીએ તે રથને ગેપુર સુધી લઈ આવ્યા, પરંતુ