________________
સર્ગઃ ૧૩ ]
[૩૯૯ માટે આપ બને છેક મુક્ત બનીને ક્રોધથી અલિપ્ત બની તેમની પીઠ ઉપર હાથ ફેરવે. આ પ્રમાણે કૃષ્ણના કહેવાથી ગાંધારી તથા ધૃતરાષ્ટ્ર પાંડવોની પીઠ ઉપર હાથ ફેરવ્યો. ભાગ્યને દેષ છે. તમારે દેષ નથી. મારા પુત્રોને પણ દેષ નથી. આ પ્રમાણે કહીને તે બન્ને જણાએ પાંડેને આલિંગન કર્યું.
ત્યારબાદ ગાંધારીએ કહ્યું કે જે તમે મારા પુત્ર છે તે મને યુદ્ધ ક્ષેત્રમાં લઈ જાઓ. જ્યાં હું મારા પુત્રોના મુખનું અંતિમ દર્શન કરી લઉં. ધૃતરાષ્ટ્રને ત્યાં મુકી ભક્તિથી પાંડવે પિતાના હાથનું અવલંબન આપી રેતી ગાંધારીને યુદ્ધ ક્ષેત્રમાં લઈ આવ્યા. દેરાણીઓ તથા બીજી ક્ષત્રીઆણીઓની સાથે ભાનુમતી પણ ગાંધારીની પાછળ પાછળ યુદ્ધ ભૂમિમાં આવી. ત્યાં દુર્યોધન, દુઃશાસન વિગેરે સે ભાઈઓના શબને જોઈ ગાંધારી બેભાન બની ગઈ. ભાનમાં આવ્યા બાદ પણ પુત્રોના નામ દઈને વિલાપ કરવા લાગી. ભાનુમતી તથા બીજી બધી ક્ષત્રીઆણીઓએ પિત–પિતાના પતિદેવના વર્ણન કરીને અંતિમ આલિંગન કર્યું. તે વખતે સ્ત્રીઓના વિલાપથી કુરૂક્ષેત્રનું મેદાન નહિ પણ સંપૂર્ણ જગત રડતું હતું તે ભાસ થતું હતું.
ભાનુમતી વિગેરે કૌરવ સ્ત્રીઓ જ્યારે રડી રહી હતી તે જ વખતે ગાંધારી, ધૃતરાષ્ટ્રની પુત્રી દુ:શલ્યા પણ ત્યાં આવી પહોંચી. પ્રાણપ્રિય યુદ્ધમાં મરેલા પિતાના પતિ જયદ્રથને જોઈ તે પણ અત્યંત વિલાપ કરવા લાગી.