________________
૩૪૪ ]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય
ભીષ્મની ઉપર પ્રહાર કરવા માંડયા, પરંતુ ભીષ્મે પેાતાના આણેાથી દિશાને ઢાંકી દીધી.
ત્યારપછી કાઈના અભિમાનની સાથે સાથે રથના પડા તૂટી ગયા હતા, કેટલાકના હાથની સાથે સાથે રથની ધ્વજાએ પણ કપાઈ ગઈ. કેટલાકની દોરી તૂટી ગઇ. કેટલાકની ધનુષ્યની દોરી કાપી નાખવામાં આવી હતી, કેટલાકના ઘેાડા જીવ ખચાવવા યુદ્ધભૂમિમાંથી ભાગી ગયા. કેટલાકના રથની ઘુસરીએ ભાગી ગઈ, કેટલાકના કવચ કાપી નાખવામાં આવ્યા. કેટલાકના રથના સારથિએ જમીન ઉપર પડી ગયા. કેટલાકના છત્ર નીચે ફે’કાઈ ગયા. કેટલાક રથમાં સારથિના બેસવાના સ્થાને ભાંગી ગયા. કેટલાક સૈનિકાના હાથમાંથી ધનુષ્ય પડી ગયા. આ પ્રમાણે ભીષ્મે પાંડવ સેનાને આકુળ વ્યાકુળ કરી દીધી. ધષ્ટદ્યુમ્ને પણ ક્રોધમાં આવીને કૌરવપક્ષના ઘણા રાજાએને મારી નાખ્યા. તે વખતે યુદ્ધભૂમિમાં કયાંક ધ્વજદંડ, કયાંક ધનુષ્યદંડ, કયાંક વાંસની લાકડી, કયાંક છત્રદંડ, કયાંક ઘેાડાના અંગ તા કયાંક હાથીના અંગ, કયાંક સનિકાના અંગ દેખાવા લાગ્યા. સૂર્યાસ્ત થવાની પહેલાં જ ભીષ્મે પેાતાના તીવ્રમાણેાથી સેકડા રાજાઓને મારી નાખ્યા, સૂર્યાસ્ત થવાથી અને સેનાના સૈનિકા યુદ્ધ બંધ કરીને પોતપોતાની છાવણીમાં ચાલ્યા ગયા. ઉત્તરકુમારના વધ થવાથી ખિન્ન થએલા પાંડવા અને આનંદિત થએલા ધારાષ્ટ્રો અને પેાત પેાતાની છાવણીમાં ગયા,
રાત્રિના સમયે છાપણીમાં પુત્ર શાકથી વિહવળ અનેલ વિરાટપત્ની સુક્રેબ્ઝાને યુધિષ્ઠિરે સાત્ત્વન આપ્યુ