SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ Bણે ખાવાની પાછળ ઘણું પાપ કર્યું છે. તેને જોવા માટે અને આત્માને અણાહાર ભાવ પ્રગટ કરવા માટે જ ઉપવાસ કરવાનું છે. પણ જેટલે ખાતી વખતે જીવને માનદ હોય છે તેટલે ઉપવાસ કરતી વખતે આનંદ આવતું નથી. ત્યાં તે પરાણે પ્રીત કરવા જેવું દેખાય છે. કેમ ખરું ને? એ કેમ ચાલે? , સતી દમયંતીને આ હિસાબે હતું કે જે પતિની સાથે મહેલમાં રહીને સુખ ભોગવતાં આવડયા તે વનવાસનાં દુઃખ જોગવતાં પણ આવડવું જોઈએ. એટલે નળરાજાને કહે છે સ્વામીનાથ ! આપ તેની ચિંતા ન કરશે. અને આપની સાથે રહેતાં જંગલમાં જે આનંદ આવશે તે પિયરના મહેલમાં રહેતા નહિ આવે. સુખ પણ કર્મના વિપાક છે અને દુઃખ પણ કર્મના વિપાક છે, માટે શુભાશુભ કર્મના ફળ આનંદથી જ ભોગવવાં જોઈએ. - દમયંતી નળરાજાની સાથે વનમાં ગઈ. સમભાવથી આનંદપૂર્વક વનવાસના કષ્ટો વેઠે છે. છતાં નળરાજા અડધી રાતે દમયંતીને ઉંઘતી એકલી અટુલી વનમાં છોડીને ચાલ્યા ગયા ત્યારે દમયંતીને વનવાસનું જે દુખ નહેતું લાગ્યું તે પતિના વિયેગનું દુઃખ લાગ્યું. તમને એમ લાગશે કે એ પણ આધ્યાન જ કહેવાય ને? “ના”. પતિના ચાલ્યા જવા પાછળ એની વિચારધારા કેવી શુદ્ધ હતી! નળરાજાના ગયા પછી દમયંતીએ નળરાજાને દોષ ન આપે. કે અરેરે ! મને એકલી મૂકીને ચાલ્યા ગયા? એમણે એટલે પણ વિચાર ન કર્યો કે એકલીનું શું થશે ? પણ એણે એ વિચાર કર્યો કે મારા પતિ હું જંગલનાં કષ્ટો વેઠું છું તે જોઈ ન શક્યાં. જે હું એને મૂકીને જાઉં તે એ પિયર જતી રહેશે.” મારા પતિની કેટલી કૃપા દૃષ્ટિ ! સવળો અર્થ કર્યો. પતિને વિયાગ પડવાની પાછળનું દુઃખ પિતાના કામસુખ લૂટાઈ જશે એમ નથી પણ એને પોતાના શિયળના રક્ષણની ચિંતા હતી. એક તો ભરયુવાની છે. શરીરનું સૌંદર્ય છે. કોઈ કામી પુરૂષ પાછળ પડે તો શું ? આમ પતિના વિયેગની પાછળ શીલ રક્ષણની ચિંતા છે. એને આર્તધ્યાન ન કહેવાય. પણ શીલ-રક્ષણની ભાવના એ મહાન ગુણ છે. એનું સાધન ખોવાઈ જતાં ચિંતા થાય, દુઃખ થાય એ તે શુભ ધ્યાન છે. દેવાનુપ્રિયે ! સવળી દષ્ટિ અને અવળી દષ્ટિમાં આ જ અંતર છે. શરીર માંદુ પડે ત્યારે તમને એમ થાય છે કે અરેરે ! આ શરીરના સુખ-ખાન-પાન આદિને આનંદ કયાં ચાલ્યો ગયો? અને આ રોગની વેદના કયાંથી આવી? આને આર્તધ્યાન કહેવાય. અને જે એ વિચાર આવે કે આ શરીર સારું હતું ત્યારે તપત્યાગ વિગેરે આરાધના ન કરી, હવે માંદા શરીરે કેવી રીતે થશે? ભલે બાથતપ ન કરી શકું પણ આત્યંતર તપ તે કરું. પછી તે પથારીમાં સૂતા સૂતા પણ મહાન પુરૂષની અજબ સહનશીલતાનું
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy