SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ३७४ થાય. અને પાણી વિના એકલા સાબુથી કપડાં ધોવામાં આવે તે મેલ જાય નહિ. તે જ રીતે સમ્યક્દર્શનનાં પાણી વિનાં એકલાં જ્ઞાન-ચારિત્ર અને તપ વડે કર્માંનાં કચરા ધાવાય નહિ. અને ભવભ્રમણ પણ ટળે નહિ. માનવ જન્મ સાધના માટે છે. તેમાં જો જીવ સમ્યગ્દર્શન પામી જાય તા અવશ્ય એના મેાક્ષ થઇ જાય. હીરા ખાણમાંથી નીકળે ત્યારે તે સામાન્ય પથ્થર જેવા જ દેખાય છે. પણ જ્યારે તેને સાફ કરી સરાણે ચઢાવી પેલ પાડવામાં આવે ત્યારે તેનામાં તેજનાં કિરણા ફૂટે છે. તેમ સમ્યગ્ દેશનથી આત્મા ઉપરના કચરા સાફ થઈ જાય. પછી જ્ઞાન-દર્શન અને ચારિત્રની સરાણ ઉપર ઘસવામાં આવે તે તેનાં તેજ અનેકગણાં વધી જાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ જીવાના અધિકાર ચાલે છે. તેમાં એ ખાળકાને સમજાઈ ગયું છે કે આ માનવદેહ જેવું ઉત્તમ સાધન મળ્યુ' છે, એ સાધન દ્વારા સાધ્યની સિદ્ધિ કરી લઈ એ. એક જ વખતના સત સમાગમથી તેઓ જાગી ગયાં. અને એમના પિતાને કહે છે હું પિતા ! અમને આ સૌંસારમાં સ્હેજ પણ આનંદ આવતા નથી. અમને સયમના રંગ લાગ્યો છે. એમને એક જ વખતના સંત સમાગમમાં સયમના રંગ લાગી ગયા. અને તમને તેા આટલા વર્ષોંથી સંત સમાગમ કરવા છતાં સયમના રંગ લાગતા નથી. યુષણ પર્વના દિવસેા પૂરા થઈ ગયાં. આજે દુઃખથી આઠમને પવિત્ર દિવસ છે. સંવત્સરીના દિવસે ક્ષમાપના કરતાં જે કંઈ કષાયાના થોડા ઘણા કાઢ રહી ગયા હૈાય તેને દૂર કરી આત્માને ઊજજવળ બનાવવાના છે. તમે દુખળી આઠમના અથ જુદો ક્યાં છે. તમે તેા કહેા છે કે પર્યુષણનાં પારણાં થઈ ગયા અને દુખળી આઠમ આવી એટલે મન દુબળા થઈ ગયા. ભલા–સવત્સરીના પારણાં કર્યાં અને ઉપાશ્રયના બારણાં છેડયાં. એવા દુખળી આઠમના સંદેશ નથી. પણ દુખળી આઠમને ક્રિન તમને એ સંદેશ આપે છે કે હે માનવ ! સંવત્સરીના દિવસે તમે ક્ષમાપના કરી. પણ હજુ અંતરના ખૂણે કષાયના કણીયા રહી ગયાં હાય, દ્વેષની આગ જલી રહી હોય, રાગમાં રમણતા થઈ રહી હૈાય તેને દુળ ખનાવી જ્ઞાન-દશ ન–ચારિત્ર દ્વારા આત્માને નિર્મળ બનાવવા. દુઃખની આઠમને સંદેશ છે. વિના ધરમ કાઈ તરી શકે ના, અમીર હા યા મહાભિખારી, મન ઉડે જો ગગન દ્વારે, લક્ષ્મી લલનાના વિચારે, અધાતિ લેશે રે સ્વીકારી.... અમીર હા.... બંધુએ ! જેટલાં તમે ધર્મીમાં અનુરક્ત રહેશેા તેટલાં તમે સુખી થશેા. ગઈ કાલે ભયકર વરસાદે હિંદભરને મુશ્કેલીમાં મૂકી દીધું છે. કેટલાં ગામડાં તણાઈ ગયાં, કેટલાં શહેરા અને ગામે ભયમાં છે અને કેટલા લેાકેાને સ્થાન ફેરવવા પડયાં ! ભીજા બધાં શહેરોની પરિસ્થિતિ જોતાં રાજકોટ ઘણું સહીસલામત છે. અમ' માણસનું રક્ષણું કરે છે. અધમ ડૂબાડે છે. ભારતભૂમિ ધર્મની દૃષ્ટિએ પવિત્ર છે.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy