SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આથી જ કમલ પ્રકાશન આપની સમક્ષ એવી જના રજૂ કરે છે કે જેનાથી જ્ઞાનદ્રવ્યને અને સમ્યકતને થતે વિનાશ સત્વરે ખાળી શકાય. આપના હૃદયમાં આ વાત જચી જતી હોય તે આજે જ, રે! આ પળે જ આપ જે કાંઈ બની શકે તે અવશ્ય કરજો. આપને વિનંતી છે કે આપને ધ્યાનમાં પુનર્મુદ્રણ કરાવવા જેવા અલભ્ય કે દુર્લભ્ય ગ્રન્થની સ્મૃતિ હેય તે અમને શકય વિગત સાથે અવશ્ય જણાવશે. એ સાથે આપના આ સમુદ્ધાર કાર્યમાં જે કાંઈ સૂચન કરવા જેવું લાગે તે અવશ્ય કરશે. જેથી આપણું આ કાર્ય ક્ષતિરહિત બનીને સર્વાંગસુંદર બને. આ વિરાટ કાર્ય પાર પાડવા માટે અમને પૂ.મુનિરાજશ્રી ચન્દ્રશેખરવિજયજીનું સતત માર્ગદર્શન અને સક્રિય સહકાર મળી રહે છે એ અમારું અહોભાગ્ય છે. પૂ. મુનિશ્રીની રાહબરી નીચે આ ભગીરથ કાર્ય પાર પાડવાની અમારી મહેચ્છા છે. એમણે અમારી પ્રાર્થના સ્વીકારીને અમને યથાશકય લાભ આપવાનું કબૂલી અમને ખૂબ ઉપકૃત કર્યા છે. પરંતુ એ સાથે એમણે આર્થિક આજનથી પિતાની જાતને સર્વથા દૂર રાખવાનું અમને મહત્વપૂર્ણ સૂચન કર્યું છે જે અમે સહર્ષ સ્વીકાર્યું છે. અમને તે એમના જ્ઞાનને લાભ મળે અને બીજી બાજુ ભાગ્યશાળી શ્રીમતે દાનને પ્રવાહ રેલાવે તે પછી આ શ્રુતસમુદ્વારના ભવ્ય રથમાં ગતિ આવતાં કેટલી. વાર? અને એમાં વેગ આવતાંય શી વાર? અમને વિશ્વાસ છે કે શ્રુતસમુદ્વારના આ કાર્યનું મહત્વ સમજીને વ્યક્તિ અને સંઘ, વ્યક્તિગત અને સંઘગત દ્રવ્યને અમને સહકાર આપશે, અને સમ્યક્રુતના વારસાના રક્ષણ માટેની પિતાની કર્તવ્યનિષ્ઠા બજાવીને પુણ્યના ભાગી બનશે. પ્રસ્તુત શ્રુતસમુદ્ધારનું કાર્ય વ્યવસ્થિત રીતે સાકાર બને અને તેને સર્વતઃ આવકાર મળે, સહુ યથાશક્તિ લાભ ઉઠાવીને પોતાની જાતને કૃતકૃત્ય બનાવી શકે એ મંગળ હેતુથી નીચે પ્રમાણેની એક જના અમે પ્રસ્તુત કરીએ છીએ.
SR No.023161
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1967
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy