SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫ ) શ્રી ગુણાનુરાગ કુલકં. ૧ સકળ કલ્યાણના સ્થાનકરૂપ શ્રી તીર્થંકર પ્રભુના ચરણકમળને નમસ્કાર કરીને, સોભાગ્ય લક્ષમીને ઉત્પન્ન કરનારું, પરગુણ ગ્રહણ કરવાનું સ્વરૂપ જણાવું છું (તે તમે લક્ષ દઈને સાંભળો.) ૨ જે પુરૂષના હૃદયમાં ઉત્તમ ગુણાનુરાગ નિવાસ કરી રહે છે, તેને તીર્થંકરપદ પર્વતની ઋદ્ધિયે દુર્લભ નથી, પણ સુલભ છે. એમ શાસ્ત્ર આદર્શથી સ્પષ્ટ દેખી શકાય છે. ૩ જેમના હૃદયમાં સદાય સગુણ પ્રત્યે સ્વભાવિક પ્રેમ જાગેલે છે, તેઓ ધન્ય, કૃત પુન્ય જાણવા તેમને સદાય અમારે પ્રણામ હો. ૪ ઘણું ભણવાથી, તપ તપવાથી કે દાન દેવાથી શું પ્રયોજન છે? ફક્ત સઘળા સુખના સ્થાનક રૂપ એક ગુણાનુરાગને જ તું આદર. ૫ કદાચ તું ઘણે તપ કરીશ, ઘણાં શાસ્ત્ર ભણીશ, અને વિવિધ કષ્ટ સહીશ, પરંતુ જે ગુણાનુરાગ ધારીશ નહિ, બીજાના સદ્દગુણ જોઈ રાજી થઈશ નહિ, તો તારી સઘળી કરણું ફેક સમજજે. A ૬ બીજાના ગુણને ઉત્કર્ષ સાંભળીને તું જે અદેખાઈ કરીશ ત, જરૂર તું સંસારમાં સર્વ સ્થળે પરાભવ પામીશ. ( ૭ ઈર્ષાના જોરથી અંજાઈ જઈ જે તું ગુણવંત જનના, છેડા પણ અવર્ણવાદ કઈ રીતે બોલીશ તે સંસાર મહા અટવીમાં તારે ભટકવું પડશે. (અને ત્યાં બહુપેરે દુઃખને કડા અનુભવ કરવું પડશે.) માટે પ્રથમથી જ પારકા અવર્ણવાદ બોલવાથી પાછો ઓસર, કે જેથી તારી અધોગતિ થતી અટકે. ૮ આ વર્તમાન ભવમાં જીવ જે ગુણને કે દેષને અભ્યાસ કરે છે, તે ગુણદોષને અભ્યાસવડે પરભવમાં ફરી મેળવે છે. - ૯ જે પોતે સેંકડો ગમે ગુણથી ભર્યો છતે, અદેખાઈ વડે પારકા દોષ જપે છે, તે પંડિત પુરૂષોની નજરમાં પલાલના ઢગલા જે અસાર(હલકે) જણાય છે. (અને હાસ્યપાત્ર બને છે.) ૧૦ જે દુષ્ટ આશયથી પરાયા છતા અને અછતા દોષને ગ્રહણ કરે છે, તે પિતાના આત્માને નિરર્થક પાપ બંધનથી બાંધે છે. (તથી ભવાંતરમાં પિતેજ વારંવાર દુઃખને ભેગી થાય છે.) ૧૧ તેટલા માટે જેથી કષાય અગ્નિ પેદા થાય તે કાર્ય જરૂર તજી દેવું, અને જેથી કષાય અગ્નિ શાંત થાય, તેજ કાર્ય
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy