SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયગિરી-ચઢાવ કઠણ છે. ઉપર શામલિયા પાર્શ્વનાથજીનામંદિરમાં કહીંક ચરણ પાદુકા અને બીજા નાના મંદિરે છે, શિવાય ત્રણ મંદિરે પી ગયેલા છે, અહીથી ઉતરી સુવર્ણગિરીયે જવું. - સુવર્ણગિરી-- ઉપર એક ઋષભદેવનું અને બીજું શાંતિનાથજીનું મંદિર છે, અષભદેવના મંદિરની પશ્ચિમે એક પળ ગલ મંદિર છે, અહીંથી ઉતરી વૈભારગિરિ કે જેની બેહમાં હિણ ચાર રહેતો હતો તે પર જવું. વૈભારગિરીની તળાટી–અહીં પાણીના પાકા બાંધેલા ૧૩ કુંડ છે, ત્યાં રાજા શ્રેણીકને સુવર્ણ ભંડાર છે, તેની નજીકમાં આદિશ્વરની કાર્યોત્સર્ગમય મૂર્તિ તથા નમિ વિનમિની આજીજી કરતી મૂતિ, નિર્માલકુવી છે, ત્યાંથી પાછા સુવર્ણભંડાર પાસે આવી ત્યાંથી પહાડ ઉપર ચઢવું. વૈભારગિરિ–ચઢાવ કઠણ છે, ઉપર નીચે પ્રમાણે સાત મંદિર છે. ૧ વાસુપૂજ્યનું, ૨ મહાવીર સ્વામીનું, ૩ બાબુનું, મહાવીર સ્વામીનું, તેની આજુબાજુ ત્રણ મંદિરે જીર્ણ થઈ પદ્ધ ગયેલા છે. ૪ વીશે તીર્થકરનું, ૫ માણેકચંદ એશવાળનું, આદિવરજીનું, ૬ ગોતમ ગણધરનું, (જગત શેઠના વંશનું) ૭ ધન્ના શાલીભદ્રનું. સં. ૧૫૨૪ માં પ્રતિષ્ઠાનું છે, અહીંથી ઊતરી પાછા રાજગૃહી આવવું, ત્યાંથી ૪ કેશ પર કુંડલપુર છે. કુંડલપૂર–આને લગભગ ૨૪૦૦ વર્ષ પહેલાં “માહણકુંડ ગામ” અને આજકાલ વડગામ કહે છે, અહીં એક આદીશ્વર ભગવાનનું મંદિર છે. તેને જીર્ણોદ્ધાર ચેવલાવાળા શેઠ રૂપચંદ રંગીલદાસે સં. ૧૯૬૦ માં કરાવ્યું છે. - બિહાર–તેને સુબે બિહાર પણ કહે છે, અહી ધર્મશાળામાં મહાવીર સ્વામીનું, બજારમાં ચંદ્રપ્રભુનું, અને અજિતનાથજીનું, તથી ચેખંત્ર મહેલામાં આદિશ્વર ભગવાનનું મળી કુલ ચાર મંદિરે છે. અહીંથી બે કેશ પર તુંગી નામે ગામ છે, કે જે શાસ્ત્રોમાં કહેવાતી તેજ આ (તંગીયાનગરી) છે.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy