SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ એમ કહી કરકડું લાકડી લઈને ઘેર આવ્યા. પેલા બ્રાહ્મણને તે ક્રોધ ભાય જ નહિ. તેણે કરક ુનો ઘાટ ઘડી નાખવાનો વિચાર કર્યાં. કરક ુને આ વાતની ખબર પડી, એટલે તે ગામ છેડીને ચાલી નીકળ્યેા, અને કંચનપુર પહોંચ્યા. ત્યાંના એક બગીચામાં તે વિશ્રાંતિ લેવા માટે બેઠા. કંચનપુરનો રાજા અપુત્રિએ મરણ પામેલા. પ્રજાએ રાજા નક્કી કરવા એક અશ્વને છુટા મૂક્યા. અશ્વ ક્રૂરતા કરતા જ્યાં કરકડુ ખેડા છે ત્યાં ઉદ્યાનમાં આવ્યા અને તેના માથા પર હણુહણાટ કર્યાં. એટલે પ્રજાજનોએ જયવિજય ધ્વનિ કરી કરક ુને ઉંચકી લીધા અને રાજ્યાસને બેસાડયેા. આ વાતની પેલા બ્રાહ્મણને ખબર પડી એટલે તેને વધારે ક્રોધ ચડયો. તે કરકડુ પાસે આવ્યે. અને તેને બીક દેખાડી. કરકડુએ પેલે લાકડાના દંડ ફેરબ્યા એટલે તેમાંથી અગ્નિના તણખા નિકળવા લાગ્યા. બ્રાહ્મણ ગભરાયા અને એ હાથ જોડી ખેાલ્યાઃ–ભાઈ, જેના કિસ્મતમાં રાજ્ય હોય તેજ ભેાગવી શકે. પણ તમે મને વચન આપ્યા મુજબ એક ગામ તે આપશે। ને ? કરક'ડુએ કહ્યું. હા, જરૂર. પણ તારે કઈ જગ્યાએ ગામ જોઈએ છે ? બ્રાહ્મણ ખેલ્યાઃ ચંપાનગરીની પડેાશમાં. કરકડુએ ચંપાનગરીના દિષવાહન રાજા પર એક ચીઠી લખી આપી. બ્રાહ્મણ ત્યાં ગયેા અને રાજાને ચીઠી આપી. આ બ્રાહ્મણ ચંડાળ જાતિના હતા. તેની દિધવાહનને ખબર પડતાં તે ઉશ્કેરાયા. તેણે ચીઠીના ટુકડે ટુકડા કરી ફેકી દીધા, અને બ્રાહ્મણને માર મારી નસાડી મૂક્યા. બ્રાહ્મણ કરકડુ પાસે આવ્યા અને સઘળી વાત કહી. આથી કરકં ુ ખેલ્યાઃ શું દધિવાહનને આપણી ચંડાળ જાતિ પર આટલા બધે! તિરસ્કાર છે ? એમ કહી તેણે સેનાપતિને ખેાલાવી લશ્કર તૈયાર કરાવ્યું અને દધિવાહન સામે લડવા નીકળ્યા. દધિવાહન પણ પેાતાનુ લશ્કર લઈ લઢવા માટે મેદાનમાં આવ્યેા. આ વાતની પદ્માવતી સાધ્વીને ખબર પડી. એટલે તરતજ તે કરકડુના તંબુમાં આવી. સાધ્વીજીને દેખી કરક ુએ પ્રણામ કર્યાં.
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy