SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૧ એકવાર ભ. પાર્શ્વનાથ ત્યાં પધારતાં સંમિલ પ્રભુની દેશનામાં ગયા. દેશના પૂરી થયા બાદ તેમણે પ્રભુને પૂછ્યું તમારે યાત્રા છે? તમારે ઈદ્રિયોને જીતવાનું છે ? તમારે રોગરહિત પણું છે ? તમારે નિર્દોષ વિહાર છે? તમારે સરસવ ખાવા ગ્ય છે કે નહિ? તમારે માંસ ખાવા ચોગ્ય ખરું કે નહિ, ફૂલફળ તમારાથી ખવાય કે નહિ? હમે એક છે કે બે ? અક્ષય છે કે અવ્યય છે ? વગેરે પ્રશ્નો પૂછયા. પ્રભુએ તેના બરોબર જવાબ આપ્યા, આથી સૌમિલે પ્રભુ પાસે જેન માર્ગના બાર વાતો અંગીકાર કર્યો, તથા જીવ, અછવાદિ નવા તવનું જાણપણું કર્યું. ત્યારબાદ સોમિલને લાંબા કાળ સુધી સાધુને સમાગમ થશે નહિ, તેથી તેમનામાં મિથ્યાત્વના પર્યાય વધ્યા, તે પછી તેમણે શહેર બહાર બગીચા બનાવ્યા, તેમાં અનેક પ્રકારના વૃક્ષો તથા છોડવાઓ ઉછેર્યા. તે પછી કેટલેક સમયે સ્વજન, મિત્ર અને કુટુંબીઓને ભેજન જમાડી, તાપસના સાધનો બનાવરાવી, મેટા પુત્રને ગૃહકાર્યભાર સોંપી તેમણે તાપસની દીક્ષા અંગીકાર કરી, અને તામલી તાપસની પેઠે તેઓ સઘળી ક્રિયાઓ કરવા લાગ્યા. એકવાર એક દેવે આવીને તેમને કહ્યું કેસોમિલ, હારી પ્રવજ્ય ખોટી અને અજ્ઞાનકષ્ટ સહન કરવા જેવી છે. આમ દેવે લાગલગાટ ચાર રાત્રિ સુધી ત્રણ ત્રણ વખત કહ્યું. છેવટે પાંચમી રાત્રિએ કહ્યું કે પહેલાં તેં પ્રભ પાર્શ્વનાથ પાસે વ્રત અંગીકાર કરેલાં, તે મૂકી દઈને મિથ્યા કષ્ટમાં કેમ પડ્યો? આથી સોમિલ સમજ્યો. દેવ નમસ્કાર કરી ચાલ્ય ગયો. પછી પુનઃ સમિલે શ્રાવકના વ્રત ગ્રહણ કરી ઘણે તપ કર્યો. અંત સમયે અનશન કરી, પૂર્વ વ્રતભંગની આલોચના લીધા વગર, તે કાળ કરીને શુક્ર નામે ગ્રહ થયો. ત્યાંથી ચ્યવી તે મહાવિદેહમાં જન્મી મેક્ષ જશે. ૨૩૮ સોશિયદત્ત મચ્છીમાર નંદીપુર નામનું ગામ હતું. ત્યાં મિત્ર નામે રાજા હતો. તે રાજાને એક સીરીયા નામને રસ હતે. તે ઘણે જ પાપી હતે.
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy