SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ જવા લાગ્યાં. સુખ વૈભવમાં મગ્ન રહેલા મેઘકુમારે રાજ્યભુવનની અટારીમાંથી આ દશ્ય જોયું. અનુચરોને પૂછતાં જાણ્યું કે પ્રભુ મહાવીરના દર્શન કરવા માનવ મેદની જાય છે. મેઘકુમાર હર્ષ પામ્યા. સવર સ્નાન કરી વસ્ત્રાભૂષણો પહેરી, સમુદાય સહિત પ્રભુના દર્શન કરવા નીકળ્યા. ઉદ્યાનમાં જઈ, એ ચરમતીર્થકર શ્રી મહાવીર પ્રભુને ત્રણવાર પ્રદક્ષિણા દઈ મેઘકુમારે ભાવયુક્ત વંદન કર્યું. શ્રી જગન્નાયક દેવે શ્રત, ચારિત્ર, ધર્મની દેશના આપી. મિથ્યાત્વ, અવૃત, કષાયથી છવ બંધાય છે અને જ્ઞાન ચારિત્રની વિશુદ્ધ ક્રિયાઓથી છવ મુક્ત દશાને પામે છે, એવા પ્રભુના અપૂર્વ ઉપદેશથી પરિષદું રંજિત થઈ સ્વસ્થાનકે ગઈ. મેઘકુમાર પ્રભુની અદ્ભુત વાણી સાંભળી અત્યંત હર્ષ પામ્યા, અને નમસ્કાર કરી પ્રભુ પ્રત્યે બે હાથ જોડી બોલ્યા –હે પ્રભુ, મને નિર્ગથના પ્રવચનની શ્રદ્ધા થઈ છે. તે પ્રત્યે સંપૂર્ણ રૂચિ થઈ છે. વુિ હે નાથ, મારા માતાપિતાની આજ્ઞા લઈને હું આપની પાસે દીક્ષિત થઈશ. એટલું કહી મેઘકુમાર ઉડ્યા, પ્રભુને વંદન કર્યું અને પરિવાર સહિત સ્વસ્થાનકે ગયા. ત્યાંથી મેઘકુમાર સત્વર માતાપિતા પાસે આવ્યા, અને સર્વ વાત નિવેદન કરી. દીક્ષા લેવાની વાત સાંભળતાં ધારિણદેવીને પારાવાર દુઃખ થયું. ગાત્રો શિથિલ થવા લાગ્યાં, શરીર કંપવા લાગ્યું, અને પુત્ર વિયાગ થશે એવા દુઃખોત્પાદક વિચારમાં એકદમ મૂછિત થઈને જમીન પર તે ઢળી પડી. દાસદાસીઓ એકઠાં થઈ શિતળ જળ છાંટી ઉપચાર કરવા લાગ્યાં. કેટલીક વારે તે સાવધ થઈને આકંદ અને વિલાપ કરતી મેઘકુમાર પ્રત્યે કહેવા લાગી. “પ્રાણથી પણ અધિક પ્રિય હે પુત્ર, ત્યારે ક્ષણ માત્ર વિયોગ મારાથી સહન નહિ થઈ શકે, જ્યાં સુધી મારા દેહમાં પ્રાણ છે, ત્યાં સુધી તમે આ મનુષ્ય સંબંધીના કામ ભોગ સુખે સુખે ભગવો. આ વિપુલ રાજ્ય લક્ષ્મી, અનુપમ સૌંદર્યવાન લલનાઓના ઉપભોગમાં અમૂલ્ય માનવ
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy