SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ જળને સમુદ્ર ભુજા વડે તરવો દુષ્કર, તેમ સંસારરૂપી સમુદ્ર તર ઘણો જ કઠિન છે. સંયમ માર્ગમાં આવતાં ઉપસર્ગો, પરિષહે એ ભયાનક છે. ગરમ પાણી પીવું, જમીનપર સૂઈ રહેવું, તાપમાં ઉઘાડા પગે ફરવું, ટાઢમાં પૂરતાં વસ્ત્રો ન મળે, માથે કેશને લેચ કરે, છકાય જીવની દયા પાળવી, સત્ય બોલવું, રજા વગર એક સળી સરખી પણ ન લેવાય, આ યૌવનકાળમાં બ્રહ્મચર્ય પાળવું, સર્વ પરિગ્રહ, માયા, મમતા, મોહને ત્યાગ કરવો, ક્ષુધા, તૃષા, ટાઢ, તાપ ડાંસ, મચ્છર, સર્પ આદિના પરિસહ હારાથી સહન નહિ થઈ શકે; માટે હે પુત્ર, દીક્ષા લેવાનું મુલતવી રાખી આ વિપુલ ભેગ સાધન મળ્યાં છે, તેને સુખપૂર્વક ભોગવે, અને વૃદ્ધાવસ્થા પામતા ખુશીથી સંયમ માર્ગને ગ્રહણ કરજે. મૃગાપુત્રે જવાબ આપ્યો. હે માતાપિતા, મળેલી સર્વ સામગ્રીનો ત્યાગ કરે તેમાં જ ખરી વીરતાત્યાગ ભાવના રહેલી છે. વળી મનુષ્યથી અનંતગણી રિદ્ધિ દેવગતિમાં આ જીવે અનેકવાર મેળવી છે. તેનાથી પણ આ જીવ ધરાયો નથી તો આ ક્ષણિક રિદ્ધિ, ભોગ ઉપભોગથી શું ધરાવાને હતો? જેના હદયકબાટો, જ્ઞાનચક્ષુઓ ખુલી ગયાં છે, જે દઢ છે, નિસ્કૃતિ છે તેને જગતમાં કંઈ પણ મુશ્કેલ હોતું નથી; માત્ર આત્મબળની દિવ્ય જ્યોત પ્રકાશતાં બધી મુશ્કેલીઓ, ઉપસર્ગોને અંત આવી જાય છે. વળી હે માતા, આ જીવે કયાં દુઃખ સહન નથી કર્યું? નારકી તિર્યંચ અને મનુષ્ય ગતિના અનંત દુઃખો આ છ અનંતવાર ભોગવ્યા છે. નર્કની ધગધગતી કુંભમાં અનંતવાર પડે છું, વાળુકા નદીની અગ્નિ જેવી ધગધગતી રેતીમાં મને અનંતીવાર બાળ્યો છે, ઝાડ ઉપર ઉધે મસ્તકે બાંધી પરમાધામીઓએ મને કરવત વડે કાપ્યો છે. કાંટાવાળા શાત્મલી વૃક્ષ સાથે બંધાઈ ઘણું વેદના મેં ભોગવી છે. શેરડીની માફક મને ઘાણીમાં પીલ્યો છે, તરવાર, ભાલા ફરસી વડે મારા રાઈ રાઈ જેવડા ટુકડા કર્યા છે. એ વખતે મારો આકંદ, મહારે વિલાપ કેણું સાંભળે માતા ? ગાડા સાથે જોતરાઈને, હળ સાથે ઘસડાઈને, પાણીને
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy