SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ ચરતા દૂર જતા રહ્યા. ભરવાડે આવીને પૂછ્યું, હે જોગી, મ્હારા બળદો ક્યાં છે ? પણ ધ્યાનસ્થ પ્રભુ શાના ઉત્તર આપે! ભરવાડે ધાર્યું કે આ ધૂતારાએ જરૂર મારા ખળા સંતાડ્યા હશે, તેમ માની તેને ઘણા ક્રોધ ચડયો અને પ્રભુના કાનમાં વૃક્ષના ખીલા ઠાકયા. આથી પ્રભુને દારૂણુ વેદના થઈ, છતાં પ્રભુએ તેના પર જરા પણ રાષ કર્યાં નહિ. ધણા દેવાએ તેમને સ્હાય આપવા માટે કહ્યું. પણ પ્રભુએ કહેલું કે તીર્થંકરા કાઇની સહાય ઈચ્છતા નથી. આવી રીતે પ્રભુએ સાડાબાર વર્ષ અને એક પખવાડીયા સુધી સખ્ત તપ જપ ધ્યાન ધર્યું. તેટલી મુદતમાં તેમણે માત્ર ૩૪૯ દિવસ જ આહાર લીધે હતા. એક ઉપવાસથી માંડીને છ છ માસ સુધીના ઉપવાસ કર્યાં હતા. એક અભિગ્રહ પાંચ માસ પચીસ દિવસના થયા હતા. જે ચંદનબાળાએ પૂરા કરાવ્યા હતા. આવી ધાર તપશ્ચર્યાં કરી પ્રભુ મહાવીર વૈશાક શુદિ ૧૦ મે દ્રંભક ગામની બહાર આવેલી ઋજીવાલિકા નામની નદીના તટ ઉપર કૈવલ્ય જ્ઞાન, કૈવલ્ય દર્શનને પામ્યા. ત્યારબાદ જગત જીવાના કલ્યાણને માટે ઉપદેશ શરૂ કર્યાં. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર તીની સ્થાપના કરી અને જગતમાં અહિંસા, સત્ય, દયા, પાપકાર, ક્ષમા, બ્રહ્મચર્ય, ઐક્ય એ ઉત્તમ તત્ત્વાનુ સ્વરૂપ બતાવી જગતને કલ્યાણને પંથે વાળવાનેા રસ્તા ખતાન્યેા. પ્રભુ મહાવીર આ જૈનશાસનના છેલ્લા તીર્થંકર થયા. તેમના પરિવારમાં ઈંદ્રભૂતિ (ગૌતમ) પ્રમુખ ૧૪૦૦૦ મુનિ, ચંદનબાળા પ્રમુખ ૩૬૦૦૦ સાધ્વી, શંખ, શતકજી પ્રમુખ ૧૫૯૦૦૦ શ્રાવક, સુલસા, રેવતી પ્રમુખ ૩૧૮૦૦૦ શ્રાવિકા, ૭૦૦ કેવળજ્ઞાની, ૭૦૦ વૈક્રેયી લબ્ધિધારી, ૧૩૦૦ અવધિજ્ઞાની, ૫૦૦ મનઃપવજ્ઞાની, ૩૦૦ ચૌદ પૂર્વધારી વગેરે હતા. તેમણે જૈન ધર્મના દેશ પરદેશમાં વિજય વાવટા ફરકાવ્યા અને ૩૦ વર્ષ કૈવલ્ય પ્રવાઁમાં રહી પ્રભુ મહાવીર ૭૨ વર્ષની ઉમ્મરે આશા વિદ ૦)) ને દિવસે શુકલ ધ્યાનને ભાવતાં નિર્વાછુપદને પામ્યા.
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy