SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પુત્રનું નામ અજીતનાથ પાડયું. અજીતનાથ ૧૮ લાખ પૂર્વ સુધી કુમારપણે રહ્યા. પ૩ લાખ પૂર્વ અને એક પૂર્વાગનું રાજ્ય ભેગવ્યું. ત્યાર પછી પોતાના કાકાના દીકરા સગરને રાજ્ય સેંપી વરસી દાન આ૫વું શરૂ કર્યું. દાનમાં ૩૮૮૮૦ લાખ સાનેયા (સુવર્ણ મહરો) યાચકને આપ્યા. (દરેક તીર્થકર એટલું દાન આપે) મહા શુદિ ૯ ના દિવસે પ્રભુએ ચારિત્ર લીધું. ૧૨ વર્ષ સુધી છદ્મસ્થતામાં રહ્યા પછી પિશ શુદિ ૧૫ ને દિવસે શ્રી અજીતનાથ પ્રભુને કૈવલ્ય જ્ઞાન થયું. તેમને સિંહસેન આદિ ૯૫ ગણધર હતા. તેમના સંધમાં ૧ લાખ સાધુ ૩૭૦ હજાર સાધ્વીઓ, ૨૯૮ હજાર શ્રાવકે અને ૫૪૫ હજાર શ્રાવિકાઓ હતાં. સાધુઓમાં ૩૭૦૦ ચાદ પૂર્વી, ૯૪૦૦ અવધિ જ્ઞાની અને ૨૨૦૦ કેવળજ્ઞાની હતા. ૧ લાખ પૂર્વમાં ૧ પૂર્વાગ માં ૧૨ વરસ ઓછાં કેવળજ્ઞાન રહ્યું, એકંદર ૭૨ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી ૧૦૦૦ સાધુઓ સાથે ૧ માસના સંથારે તેઓ ચિત્ર શુદિ પાંચમે મોક્ષમાં ગયા. ૭ અજીતસેન. ભક્િલપુર નગરમાં નાગ નામે ગાથાપતિને સુલસા નામની સ્ત્રી હતી. તેને નિમિત્તિયાએ કહ્યું હતું કે તારે મરેલાં બાળક અવતરશે', આથી તેણે હરિણગમેષી નામના દેવની આરાધના કરી. દેવે પ્રસન્ન થઈને તેને સંતાપ ટાળે. પૂર્વ જણાનુબંધના મેગે દેવે દ્વારકાના વસુદેવ રાજાની દેવકી રાણીને જન્મતાં જીવતાં બાળકે ઉપાડીને સુલતાની કુક્ષિમાં મૂક્યાં અને સુલતાના મૃત બાળકે ઉપાડીને દેવકીની કુક્ષિમાં મૂક્યાં. એમ છે ગર્ભનું ઉલટસુલટ સાહરણ કર્યું. બીજી તરફ દેવકીને જન્મતા પુત્રોને નાશ કરવાનો કંસે નિશ્ચય કર્યો હતો, પરંતુ દેવકીથી જન્મ પામતાં પુત્રોનું પુણ્ય પ્રભાવે આયુષ્યબળ લાંબુ હેવાથી આવો વેગ મળી આવેલો. શ્રી નેમિનાથ પ્રભુને ઉપદેશ સાંભળી સુલતાના અજીતસેન પુત્ર દીક્ષા લીધી.
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy