SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ર નવ માસે પુત્રનો પ્રસવ થયો. દેવે પુત્ર આપ્યો એવી માન્યતાથી તેનું નામ “દેવદત્તકુમાર' પાડયું. કેટલાંય વર્ષે તેને પુત્ર સાંપડયાંથી તેના આનંદનો પાર નહોતો. પુત્રને વિવિધ વસ્ત્રાલંકારે, આભરણો પહેરાવવામાં તે બહુ જ આનંદ માનતી. એક વખત ભદ્રાએ તેના પંથક નામના દાસપુત્રની સાથે આ દેવદત્ત કુમારને પુષ્કળ આભુષણે પહેરાવી રમાડવા માટે બહાર મોકલ્યો. પંથક નામનો દાસ કેટલાક બાળક સાથે કુમારને બાળક્રિડા કરાવવા માટે લઈ ગયે. કુમાર અહિંતહિં ફરતો હતો. પંથકની નજર અન્ય બાળકો તરફ હતી. તે તકનો લાભ લઈ તે ગામમાં વસનાર અને ચૌર્યકળામાં પ્રવિણ એવો વિજય નામનો ચેર ત્યાં આવ્યું. દેવદત્ત પર ઘરેણાં જોઈને તેનું મન મૂછિત થયું, એક તરફ રમતા આ દેવદત્ત કુમારને એકદમ ઉપાડીને ચેર ત્યાંથી પલાયન કરી ગયો. એક બગીચા પાસે આવી તે બાળકના શરીર પરથી ઘરેણાં ઉતારી બાળકને તેણે મારી નાખ્યું અને પાસેના એક કૂવામાં તેનું શબ ફેંકી દઈ ચોર પિતાના રહેવાના સ્થાને ચાલ્યો ગયે. ડીવારે દેવદત્તને સાચવનાર પંથકે દેવદત્ત તરફ જવા માંડ્યું તો ત્યાં દેવદત્તને જોયો નહી. પંથકને ધ્રાસકો પડ્યો. આમ તેમ તેની તપાસ કરવા માંડી, પણ ક્યાંઈ તે બાળકને પત્તો લાગે નહિ. પંથક નિસ્તેજ અને શોકાતુર વદને ઘેર આવ્યા અને કુમાર ગુમ થયાની વાત જણાવી. વાત સાંભળતાં ધન્નો મૂછીંગત થઈને ધરણી પર ઢળી પડ્યો. ભદ્રા દેડી આવી, તેના દુઃખનો પણ પાર ન રહ્યો. આમ આભ તૂટી પડે હોય તેવું તેને લાગ્યું. ધો શુદ્ધિમાં આવ્યા બાદ કેટવાળ પાસે ગયે, પુષ્કળ દ્રવ્યની ભેટ ધરી અને કુમારને શોધી આપવા કોટવાળને કહ્યું. કોટવાળ હથીયા લઈ કુમારની શોધમાં નીકળી પડયો. નગરી બહાર ઉદ્યાન પાસે એક કૂવામાં તે બાળકનું મૃત શરીર જોવામાં આવ્યું ત્યાંથી કુમારને
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy