SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ૧૨૮ દેવકી. દ્વારિકાના ઉગ્રસેન રાજાના ભાઈ દેવકરાજાની તે પુત્રી હતી. તેનું લગ્ન દ્વારિકાના અંધકવિન! પુત્ર વસુદેવ સાથે થયું હતું. તેના કાકાના દીકરા કંસનેા તેના પર વધારે પ્રેમ હતા. અતિમુક્ત મુનિદ્વારા કહેવામાં આવેલું કે દેવકીને સાતમેા ગર્ભ કંસને મારશે. આ પ્રમાણે કંસે જાણ્યાથી દેવકીની સુવાવડા પોતાને ત્યાં કરાવવાને તેણે પ્રબંધ કર્યો. દેવકીના પ્રથમના અનિકસેન વગેરે છ બાળકો દેવના સાહરણથી સુલસાને ત્યાં મૂકાયા હતા અને વૃદ્ધિ પામી શ્રી તેમનાથ પાસે તેએએ દીક્ષા લીધી હતી. દેવકીજી તેા જાણતી હતી કે પેાતાને મૃત બાળકોજ જન્મ્યા છે. ત્યારબાદ સાતમા બાળક શ્રીકૃષ્ણનું પણ દેવ વડે સાહરણ થયું અને તે ગેાકુલમાં ઉછર્યાં. ત્યાર પછી શ્રીકૃષ્ણ જ્યારે દ્વારિકાના રાજા થયા અને અનિકસેનાદિ છ પુત્રા સાધુવેશે દેવકીને ત્યાં ગૌચરી અર્થે પધાર્યાં, ત્યારે તેનું સમાન રૂપ આદિ જોઈ દેવકીના શરીરમાંથી પુત્ર પ્રેમ સ્ફુરી આવ્યા. આ વાતના ભેદ જ્યારે ભગવાન તેમનાર્થે દેવકીને કહ્યો, ત્યારે તેને પુત્રને રમાડવા, હસાવવા વગેરેનું સદ્ભાગ્ય પ્રાપ્ત ન થવાથી, પશ્ચાત્તાપ થયા. દેવકીની આ ચિંતા ટાળવા શ્રીકૃષ્ણે દેવનું આરાધન કર્યું, અને દેવદ્રારા જાણવામાં આવ્યું કે તેને એક પુત્ર થશે, આથી દેવકી આનંદ પામી. આખરે તેણે ગજસુકુમાર નામે મહા ભાગ્યશાળી પુત્રરત્નનો જન્મ આપ્યા, દેવકીએ બાળકને રમાડવાને પોતાના મહદભિલાષ પૂરા કર્યાં. ત્યારબાદ દ્વારિકાનગરી મળી, અને દેવકી પોતાના પતિ વસુદેવ સાથે રથમાં બેસી ત્વરાએ નગરીની બહાર નીકળતી હતી, તેવામાં એકાએક દરવાજો તૂટી પડવાથી તે ચગદાને મૃત્યુ પામી. ૧૨૯ દેવાન’દા. બ્રાહ્મણકુંડ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણની તે પત્ની હતી. ભગવાન મહાવીરદેવ દશમા દેવલાકથી ચ્યવી તેની કુક્ષિમાં ઉત્પન્ન
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy