SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ સગપણુ કરવા માટે ઋષભદત્ત શેઠને ત્યાં આવ્યા; અને વિનતિ કરી. તેમની વિનતિ માન્ય રાખી ઋષભદત્ત શેઠે પોતાના પુત્ર જંબુકુમારનું સગપણ પ્રસ્તુત શ્રેષ્ટિની આઠ પુત્રી સાથે કર્યું. શ્રષ્ટિએ આનંદ પામી સ્વસ્થાનકે ગયા. આ અવસરમાં ભવ્ય પ્રાણીઓને ઉપદેશ આપતા, શ્રી સુધર્માંસ્વામી રાજગૃહ નગરના ઉદ્યાનમાં સમેાસર્યાં. આ સમાચાર સાંભળતાં જંબુકુમાર અતિ હર્ષ પામ્યા અને એક વાયુ સરખા વેગવાળા રથમાં બેસીને શ્રી સુધમ ગણધરને વંદન કરવા ગયા. દેશના સાંભળી જંબુકુમારને સંસાર પર તિરસ્કાર છૂટયેા. ધેર આવી તેમણે દીક્ષા લેવાની વાત પેાતાના માતાપિતાને કહી. માતાપિતાએ લગ્ન કરવાને આગ્રહ કર્યાં. જંબુકુમાર માતાપિતાની ઇચ્છાને તાબે થયા. ઋષભદત્તે પેલા આઠ શ્રેષ્ઠિને માલાવીને કહી દીધું કે મારા પુત્ર લગ્ન કર્યાં પછી તરત જ દીક્ષા લઈ ચાલી નીકળવાના છે, માટે તમારે વિચાર હાય તાજ લગ્ન કરી. પેલા શ્રૃષ્ટિએએ આ હકીક્ત પેાતાની પુત્રીઓને જણાવી. પુત્રીઓએ કહ્યુ કે તેઓ દીક્ષા લેશે, તેા અમે પણ લઈશું, પરન્તુ જે વિવાહ થયા તે થયા જ. આખરે જ બુકુંમારનું તે આઠ સ્ત્રીએ સાથે લગ્ન થયું. જેણે સંસારના વિષયભાગ વિષસમાન ગણ્યા છે એવા ધર્મનિષ્ઠ જંબુકુમારે તે રાત્રિયે બ્રહ્મચ પાળ્યું, એજ વખતે પ્રભવ નામના મુખ્ય ચાર પેાતાના ૫૦૦ સાગ્રીત ચારા સાથે જંબુકુમારનેા ધનભંડાર લૂંટવા આવ્યા. પ્રભવ પાસે અવસ્વાપિની વિદ્યા હેાવાથી, તેણે વિવાહમાં આવેલા તમામ માણુસાને ઘેનમાં નિદ્રાધિન કરી દીધા. જંબુકુમાર પર આ વિદ્યાની અસર થઈ નહિ. પ્રભવ ચારે પુષ્કળ ધન એકઠું કર્યું. અને જેવા જ તે ચાલવા જાય છે, કે તરત જ જંબુકુમારની બ્રહ્મચર્ય રૂપી સ્થંભન વિદ્યાના જોરે પ્રભવચેારના પગ ત્યાં જ ચેાટી ગયા. પ્રભવે જંબુકુમારને પેાતાને છેડવા વિનંતિ કરી, બદલામાં જબુકુમારે સંસારની
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy