SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ દીર્ઘરાજાને કાળ વ્યાપ્યો. તેણે સઘળી વાત ચુલણને કરી. ચુઘણુએ દીર્ઘરાજાને કહ્યું: સ્વામીનાથ, હમે ફીકર શીદને કરે છે ? હું બ્રહ્મદત્તને થોડાક વખતમાં જ પ્રાણ લઈ લઈશ અને આપણે સુખ ચેનથી હંમેશની માફક રહીશું. ચુઘણું રાણું બ્રહ્મદત્તને જાન લેવાની યુક્તિ શોધવા લાગી. તેણે નગર બહાર એક સુંદર લાખાગૃહ તૈયાર કરાવ્યું અને ત્યાં બ્રહ્મદત્તને રહેવા કહ્યું. બ્રહ્મદત્ત ત્યાં રહેવા ગયો. આ વાત દીર્ઘરાજાના પ્રધાન મારફત બ્રહ્મદત્ત જાણી, એટલે તેમણે રાતોરાત તે લાખાગૃહમાંથી છેક શહેર બહાર ભાગોળ સુધીની એક સુરંગ ખોદાવી. રાત્રે બ્રહ્મદત્ત અને પ્રધાનપુત્ર બંને તેમાં સૂઈ રહ્યા. મધ્યરાત્રિનો સમય થયો. રાણી ચુલ્લણી તે લાખાગૃહ પાસે આવી પહોંચી. એક દિવાસળી તે મહેલને ચાંપી; ચાંપતાં જ ભડભડ ભડકા થવા લાગ્યા અને ક્ષણવારમાં આ મહેલ સળગી ઉઠે. પ્રધાન પુત્ર અને બ્રહ્મદત્ત ભયભીત થઈ ગયા. પ્રધાન પુત્રે સુરંગનું દ્વારા બ્રહ્મદત્તને બતાવ્યું, બ્રહ્મદત્તે પગની એક ઠોકર મારી વજનદાર દ્વાર ખેલી નાંખ્યું, બંને તેમાં દાખલ થયા અને સુરંગ વાટે શહેર બહાર નીકળી પરદેશને પંથે પડયા. પોતાની અજબ શક્તિના બળે તેણે દેશપરદેશના અનેક રાજ્યો જીત્યા, અનેક સ્ત્રીઓને પરણ્ય અને સૈન્ય લઈને તે દીર્ઘરાજા પર ચડી આવ્યો. તેને મારીને તે રાજ્યાસને બેઠે. પિતાના અપૂર્વ બળથી અને ચક્રરત્નના પ્રભાવથી બ્રહ્મદત્ત એક પછી એક અનેક દેશો જીત્યા અને છખંડ સાધી તે ચક્રવતી તરીકે દિગ્વિજયી થયે. એકવાર બ્રહ્મદત્ત રાજસભામાં બેઠો છે, તેવામાં નાટકીયા લોકે ત્યાં નાટક કરવા આવ્યા. નાટકના વિધવિધ પાઠનું આબેહુબ ચિત્ર દેખી પૂર્વભવમાં દેવલોકમાં નાટક દેખ્યાનું તેને સ્મરણ થયું, અને તરત જ તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે વડે બ્રહ્મદતે
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy