SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ જાળવવા ખૂબ જ લક્ષ રાખવામાં આવ્યું છે. છતાં આગમથી કદાચ વિરુદ્ધ જતી કઈ વાર્તા માલમ પડે તો વિદ્વાને સૂચિત કરશે, કે જેથી બીજી આવૃત્તિ સમયે યથાર્થ સંશોધન કરી શકાય. આ કથાગ્રંથની મુફ શુદ્ધિ માટે ખૂબ જ કાળજી રાખવામાં આવી છે, છતાં શીઘ્રતાને લીધે દષ્ટિદેષ અને પ્રેસદોષને અંગે રહેવા પામેલી ભૂલો વાચકો સુધારી લેશે. અલગ પ્રુફ શુદ્ધિ આપવામાં આવી નથી. મુખ્ય શુદ્ધિ અને પુરવણી આ ગ્રંથને છેડે આપવામાં આવી છે. આ પુસ્તક આધંત તપાસી મને યોગ્ય સૂચનો અને સલાહ આપવામાં દરિયાપુરી સંપ્રદાયના વિદ્વાન મુનિશ્રી હર્ષચંદ્રજી સ્વામીએ પોતાના અમૂલ્ય સમયને જે ભોગ આપ્યો છે, તે માટે હું તે વિદ્વાન મુનિને અંતઃકરણપૂર્વક આભાર માનું છું. તેમજ મારાં આ પ્રકાશન માટે, પ્રેમપૂર્વક સહકાર આપી, સારી સંખ્યામાં અગાઉથી ગ્રાહકો થઈ જે જે સ્વધર્મી બંધુઓએ આ ધાર્મિક ચરિત્રયુક્ત પુસ્તકને અપનાવ્યું છે, તે બધા બંધુઓનો તથા ચોટિલાનિવાસી શ્રી રાયચંદભાઈ ઠાકરશી તથા નેમચંદભાઈ ઠાકરશી કે જેઓએ આ પુસ્તકની સારી નકલો ખરીદીને, મને પ્રોત્સાહિત કર્યો છે; તેમનો હું સહદય ઉપકાર માનું છું, અને ઈશ્વર પાસે યાચું છું કે ધાર્મિક પ્રકાશનો વડે ઉત્તરોત્તર જૈન સમાજની સાહિત્યસેવા બજાવવાનું પ્રભુ મને બળ આપે. અંતમાં મહારા અલ્પ અભ્યાસને અંગે આ પુસ્તકમાં રહી ગયેલી ત્રુટિઓ બદલ વિદ્વાન વાચકો ક્ષમા કરશે, અને સાથે સાથે પ્રેરણાત્મક ચરિત્રોના વાચન, મનન અને નિદિધ્યાસનથી જેન ભગિનીઓ અને બંધુઓ ચોગ્ય પ્રેરણા મેળવી સ્વહિત સાધવા પ્રયત્નશીલ બનશે, તે મહારે આ પ્રયાસ કેટલેક અંશે સફળ થયે ગણાશે. ઈત્યલમ. કિં બહુના સુષ ! ચૈત્ર શુકલાષ્ટમિ: ૧૯૯૩ ) શ્રી સંઘને સેવક, પંચભાઈની પળઃ અમદાવાદ જીવનલાલ છગનલાલ સંઘવી
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy