SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ દશમું] સદ્ધમપરીક્ષક ૧૦૧ અત્યંતર વિરુદ્ધ ઈચ્છા જ્યાં પડી છે ત્યાં શું થાય? જેમ મિયાદષ્ટિ કે અભવ્ય જીવ સાધુપણું લે પણ શા માટે ? તો દેવલોક માટે. સો વર્ષનો દીક્ષા પર્યાય, પણ પરિણામ તો દેવલોકના છે. અહિં સો વર્ષના ત્યાગમાં પલ્યોપમ કે સાગરોપમનો લેપ (દેવભવની ઇચ્છા) છે. આવા ત્યાગે કામના નથી, અને બીજાઓએ પણ તે મિથ્યાચારનું જ ફળ બતાવ્યું છે. બાહ્ય ત્યાગ જરૂરી છે, ધર્મ માટે છે, પણ કોને ? તો જેના શુભ ભાવે છે તેના માટે. જેનો વધારે મેળવવા માટે બાહ્ય ત્યાગ છે, તે અશુભ માટે છે માટે નકામે. બગલાને બાહ્ય ત્યાગ સ્થિરતામાં કે છે! પણ મનમાં તો ક્યારે મત્સ્ય આવે તેને ઘાટ જ જોઈ રહ્યો છે. તેમ અહિં બહારના ત્યાગવાળાઓ મનથી દેવલોકના સુખની વાંછા કર્યા જ કરે. અહિં બગલા જે ત્યાગ છે, એટલે દેવતાઈ ઋદ્ધિ–કુરાઇની યાચના કરે તેથી મિથ્યાચારનું ફળ છે. આવી રીતે સૂત્ર સિદ્ધાંતમાં કહેવું છે કે બહારનો ત્યાગ સંપૂર્ણ હોય તો પણ તે જૈન શાસનનો ઉકરડો. અભવ્યને સંપૂર્ણ ત્યાગ હોય તોય તેનાથી દેવગુરુધર્મની પરીક્ષા ન જ થાય, અતિશયો કે પ્રાતિહાર્યથી દેવ ગણવાના નથી, માસકમ્પાદિથી ગુરુ ગણવાના નથી, તો પછી “ અઠ્ઠમviઉદ્દે કુત્તા” વિગેરે બે કેમ? વિહાર કરે તો સાધુપણું ટકે પ્રાતિહાર્યને અંગે દેવપણું જરૂરી નથી. પણ દેવપણાને અંગે પ્રાતિહાર્યાદિની જરૂર છે. અને તેથી “ સઘતિરફ 2 એટલે બાહ્ય ચિહ્નોને અંગે ધર્મ બંધાયેલ નથી. પણ ધર્મને અંગે તે ચિહ્નો હોય જ, તેવી રીતે દેવગુરુમાં સમજવું. એકલા ચિહને તપાસે પણ તત્વમાં ન ઉતરે તે માટે અટલી ભલામણ કરી છે. જેમ માર્ગમાં જનાર મુસાકરને આગળ બે ફાંટા પડતા માર્ગને સમજવો જરૂરી છે. તેમ અહિં ધર્માદિને અંગે શુભ ભાવનું ધ્યાન રાખવું જોઈએ, નહિં
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy