SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ પડશક . [ વ્યાખ્યાન જેના ઉપકારને માટે ષોડશક પ્રકરણને રચતા થકા આગળ જણાવી ગયા કે “બુધસ્તુ માનુસારી ય:” આ સંસારમાં અનાદિકાળની રખડપટ્ટી કરતા કરતા મનુષ્યભવની પ્રાપ્તિ થવી મુશ્કેલી હતી છતાં તે પ્રાપ્ત થયે, પણ મુશ્કેલીઓ મળેલી ચીજને ઉપયોગ ન કરે તે તે મુશ્કેલી વેઠી નકામી. જેમ એક મનુષ્ય દેડી દડીને સ્ટેશને પહોંચી પ્લેટફોર્મ ઉપર બેસી રહે અને ટીકીટ ન લે, તે તેની બુદ્ધિની ખામી ગણાય. તેમ આ મનુષ્યભવ મુક્લીથી મળેલ છે અને જો તેને ઉપયોગ ન થાય તે મૂર્ખાઈ ગણાયને! આ મનુષ્યભવમાં ખાનપાન, મેજશેખ સર્વ થાય છે તે જ તેને ઉપયોગ છે ને એમ માનનારા ભૂલ ખાય છે, કારણ તમારે જોઈતા હતા વિષય, તેણે તમને કબજામાં રાખ્યા. જેમાં સ્ત્રીને અંગે મનુષ્ય ભરણપોષણની જવાબદારી ઉઠાવે ત્યારે વિષયવાસના વસ કરે, એના કરતાં જાનવરને તે વિષયને અંગે જવાબદારી જ હેતી એટલે તેમાં તું હોત તે સારું. અહિં મનુષ્યમાં તો સ્ત્રી છેકરાની જવાબદારી વેઠવી પડે છે. શાના અંગે ? વિષયને અંગે પણ જે જાનવરમાં હતા તે તે જવાબદારી ન ભોગવવી પડત. પણ વિધાતાએ ભૂલ કરી કે તને મનુષ્યપણામાં નાંખ્યો. રસનેન્દ્રિયના અંગે વિચારીએ તે મહેનત કરી પૈસા કમાવીએ પછી ખાવા પામીએ. પણ કીડી મકોડામાં જન્મ્યા હતા તે વાંધે જ નહિ. ધ્રાણેન્દ્રિયને અંગે વિચારીએ તે સુગંધી પદાર્થ માટે પૈસા ખરચીએ તે ભનુષ્યપણામાં મેં થાય, પણ જે ભ્રમરરૂપ બન્યા હેત તે હેજે રાજમહેલના બગીચામાં સૂર્યવિકાસી કમળ ઉપર બેસી શત. તેમજ પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થયો હોત તે પિપટ આદિરૂપે રાજમહેલમાં રહી શકત, પણ આ મનુષ્યભવને અંગે સાધ્ય જે વિષયભોગનું હિય તે સારું શું ? કહે કે એવી કોઈ સ્થિતિ કેવી જોઈએ કે જ્યાં ધર્મ અગર પુણ્યપાપને વિચાર આવે. એકેન્દ્રિય
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy