________________
ઓગણપચાસમં ] અધ્યયન ૪ઃ સખ્યત્વ ૨૪૭ ફળ કે હેતુને અંગે કે સ્વરૂપને અંગે જે સંશય થાય તેના માટે કહે છે. એ ઢઢેરે ઝીલે શા માટે ? તમને અને દુનિયાને આમાં ફળ શું? તેના નિવારણ માટે સમાધાન ન થાય ત્યાં સુધી ઢંઢેરાની કિંમત કોડીની પણ ન જ થાય. એક વળી બીજાને સંભળાવીએ અને તેમાં શંકાનું સમાધાન ન થાય તે વાતની કિંમત જ નથી. અહીં જગત કે તમને નિસ્બત શી?
અનેક ભવોના ભોગેનું પરિણામ તે અંગે જણાવતાં તીર્થકર ફરમાવે છે કે આ ઢંઢેરા માટે મેં મારી જિંદગીઓ ખતમ કરી. અંતઃ કોટાકોટિ સાગરોપમ સુધી તીર્થકરનામકર્મ ચાલે છે, તે નિકાચિત ભલે ત્રીજા ભવે થાય છતાં અહીં અંતઃ કોટાકોટિ સાગરોપમ સુધીના કાળમાં જે ભવો થયા તે સર્વ તીર્થકર નામકર્મના પાપણુમાં આપેલા છે અને તેથી જ અનેક ભના ભોગેનું આ પરિણામ છે. શું ? કે બધા મારું બોલેલું વચન સમજી શકે છે.' આર્ય, અનાર્ય કે દેવ, મનુષ્ય બધા તીર્થકરનું બેલેલું વચન સમજે છે પણ તમારું બેલેલું વચન તો મનુષ્ય જાતિના તમારા ભાઈઓ પણ ન સમજે, અરે ગણધર મહારાજા તેનું તે વચન બોલે તે બધા તે ન જ સમજે પણ ચતુર્વિધ સંઘની પર્ષદા જ સમજે. ત્યારે તીર્થંકરે બેલે તે તે જાનવર, નારકી, મનુષ અને દેય સમજે. જ્ઞાનની કિંમત ગણવામાં આવી છે કે જે અક્કલ અને જ્ઞાન મેક્ષના સાધનને જાણવા તરફ વધતા જાય, વળતા જાય તેનું જ નામ સમ્યજ્ઞાન છે. તે સિવાયના જ્ઞાનને સમ્યજ્ઞાન ન મનાય. સારી અક્ત, સારું જ્ઞાન તેને જ કહેવાય જે મેક્ષના સાધન તરફ વળેલું હોય. આ હકની રૂએ વર્તાય તે જ સદવર્તન ગણવું. મોક્ષના અંગે પીટાયેલે ઢઢો તેની અનુકૂળ રીતિએ વર્તાય તે જ સદ્વર્તન એટલે ચારિત્ર આપે. આવી જાહેરાત જો કોઈએ કરી હોય તે તે જૈન દર્શન જ છે. ઇતર ર્શનમાં મેક્ષમાર્ગના સાધન સિવાયની અક્લ, બુદ્ધિ કે જ્ઞાનને અજ્ઞાન તરીકે ગણવામાં આવ્યું નથી.