SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ અડતાલીસમું ] અથથન ૪: સમ્યકત્વ ર૪૧ પ્રશ્ન પૂછે તેના ઉત્તરમાં આ હરો આવી રીતે જે મૂળ ઢેરો જણાવ્યો તેમાં ટીકા કરતાં શીલાંકાચાર્યજી કહે છે કે–આ કોઈએ ઉપજાવી કાઢેલા નથી. અરે, ખુદ વીર ભગવાન કહે છે કે-આ અમુક ટાઈમ માટેને ઢઢેરે નથી. જેમ મકાનના અંગે ભાડાચિઠ્ઠી લખાય તેમ આ નથી. અતીતમાં થયા. વર્તમાનમાં થાય છે અને ભાવિ જે તીર્થકર થશે તે સર્વ આ જ ઢિઢેરાને જણાવનારા છે. હવે કેવી રીતે ? તો કહે છે કે–પરપ્રશ્નને અંગે. જે કોઈ તત્ત્વ પૂછે તેના ઉત્તરમાં તીર્થકરે એ જ જવાબ દે કે જગતના જીવોમાં એવી સરખાવટ હોવી જોઈએ કે કોઈ કોઈને મારવાને, તાબે કરવાને, પીડા કરવાને હકદાર નથી એ ઢઢેરો જણાવે જણાવવાના બે પ્રકાર હવે જણાવવામાં બે પ્રકાર છે. જેમ કોઈ વખતે મૌનપણે જણાવે જેમ ભેજન માટે આમંત્રણ આપીએ ત્યાં સામે મનુષ્ય મુખે હા ન ભણે પણ કબુલાત આપે. ન આવે તે ઠપકારૂપે પણ કહેવાય. તેમ આ જિનેશ્વર મહારાજ શું મૌનની કબૂલાતવાળા છે ? તે કહે છે કે જ્યાં સુધી તેમનું છદ્મસ્થપણું છે તે વખતના જે આચારો કે પ્રવૃત્તિ છે તે મનની છે અને તેથી જે ઉપસર્ગો પડે છે અને સહે છે તે અંગે મનિયણે જણાવે છે કે કલ્યાણની ઈચ્છાવાળાએ પરીષહે, ક્યસર્ગો સહન કરવા. અહીં ઢહેશે જાહેર પીટ નથી પણ મૌનપણે તે જણાવેલ છે. આવી રીતે મૌનપણે કેટલીક કબૂલાત હોય છે તેવી રીતે આ મૌનપણાને ઢઢેરો નથી પણ હંમેશાં ચોખ્ખા શબ્દોમાં એ ઢંઢેરો જાહેર કર્યો છે. જાહેર કરવામાં કોઈ મનુષ્ય જંગલમાં જઈને ઊંચે સ્વરે બોલે તેમાં પણ જાહેરાત તે છે ને ? તે કહે છે કે નહિ. સાંભળનારાઓની સન્મુખ જઈને ઊંચે સ્વરે બેલે તે કામનું, પણ પહાડ ઉપર જઈને જાહેર રીતે, ઊંચે સ્વરે બોલે તે કામ ન લાગે. જિનેશ્વરો જે ઢંઢેરો જાહેર કરે છે
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy