SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન ચૂર્ણ થયું એટલે એ દેડકે તે મર્યો, પણ એ ચૂર્ણમાંથી સંખ્યાબંધ દેડકાંઓ પેદા થાય છે; જ્યારે જ્ઞાનથી જે કમને ક્ષય થાય છે, તે તેના ભસ્મીભૂત કરેલા ચૂર્ણ સમાન છે. અહીં સમજવાનું છે સમ્યગું જ્ઞાન અને કિયા ભાવશૂન્યા જ. એમાં આ તફાવત રહે તે સ્વાભાવિક છે. સમ્યજ્ઞાન સમ્યગ્દર્શન નવિહીન હતું જ નથી. જે આત્મા સમ્યગ્દર્શન ગુણને પામેલે છે, તેના જ્ઞાનને જ સમ્યજ્ઞાન કહી શકાય છે. આવું સમ્યજ્ઞાન જેનામાં પ્રગટે, તે પછી તે જીવ સંગવશાત્ કદાચ મિથ્યાત્વી બની જાય, તો પણ તે જીવ અન્તઃકડાકડી સાગરેપમથી અધિક કર્મસ્થિતિને પામતો જ નથી. આ અભિપ્રાયને મુખ્ય રાખીને, શ્રી મહાનિશીથમાં જ્ઞાનગુણને અપ્રતિપાતી ગુણ તરીકે વર્ણવ્યો છે. વૈયાવચ્ચ ગુણઃ પ્રશ્નઃ અપ્રતિપાતી તરીકે તો વૈયાવચ્ચ જ અપ્રતિપાતી ગુણ કહેવાય છે ને ? અપેક્ષાને સમજવી જોઈએ. વૈયાવચ્ચ ગુણના અપ્રતિપાતીપણુનો અહીં નિષેધ નથી. વળી માત્ર વૈયાવચ્ચને નહિ પણ વૈયાવચ્ચેના ગુણને અપ્રતિપાતી કહ્યો છે, એ પણ નહિ ભૂલાવું જોઈએ. મહા સુશ્રાવક શ્રી ઉદાયન રાજાનું ખૂન કરનારા વિનયરને બાર બાર વર્ષો સુધી વૈયાવચ્ચ કરી હતી. એણે તે એવી વેયાવચ્ચ કરી હતી કે–સાથેના બધા સાધુઓને એમ થઈ ગયું કે-વિનચગુણ તે આના જ બાપને છે. એથી તે એ વિનય રત્ન તરીકે ઓળખાય. પણ એણે જે વૈયાવચ્ચ કરી, તે કરી દંભ રૂપ જ હતી. એ કાંઈ ગુણ નહતો. જે
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy