SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ આ પછી, શેઠ શ્રી શાન્તિલાલભાઈ યાદ આવે છે, કે જેમણે મુંબઈમાં પૂ. આચાર્યદેવશ્રીનાં આ વ્યાખ્યાનનું શ્રવણ કરતી વેળાએ જ, વ્યાખ્યાને ચિરંજીવ સાહિત્યના સ્વરૂપને પામે–એવી ઈચ્છાને વ્યક્ત કરવા સાથે, પ્રકાશનમાં દ્રવ્યસહાય આપવાની ભાવના પણ દર્શાવી હતી અને આ પ્રકાશન એ ભાવનાના અમલને આભારી છે. શેઠ શ્રી શાંતિલાલભાઈ ખંભાતના શેઠ શ્રી અમરચંદ મેમચંદના કુટુંબના છે, કે જે કુટુંબ શાસનરાગ, ધર્મારાધન અને ઔદાર્ય માટે સુપ્રસિદ્ધ છે. આ સ્થલે, શ્રી જન પ્રવચન કાર્યાલયને પણ યાદ કર્યા વિના ચાલે નહિ. આ ગ્રન્થના મુદ્રણ આદિનું તમામ કાર્ય શ્રી જૈન પ્રવચન કાર્યાલય હસ્તક કરાવાયું છે. ઓછામાં ઓછા ખર્ચે પણ પુસ્તકને સુશોભિત બનાવવાની પૂરેપૂરી કાળજી રાખવા બદલ તેમ જ અમેએ આ ગ્રન્થ શ્રી જૈન પ્રવચન સાપ્તાહિકના સને ૧૯૫૪ના ગ્રાહકેને ભેટ આપવાને નિણર્ય કરતાં તેમણે તે નિર્ણયને સહર્ષ વધાવી લીધે એ બદલ, અમે શ્રી જૈન પ્રવચન કાર્યાલયના મહાનુભાવ કાર્યકરેને અત્રે યાદ કર્યા છે. ઉપયુક્ત સર્વને સાદર આભાર માનવા સાથે, આ ગ્રન્થમાળા પ્રત્યે સૌની મમતાને ઈચ્છીએ છીએ. – પ્રકાશક,
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy