________________
૨૨]
અની દેશના જે દીએ,
[શ્રા. વિ.
સિવાય સર્વે રાણીઓને એકેક પુત્ર થયા. આજ પ્રસંગે કમળમાળાને એક સ્વપ્નું આવ્યું તેમાં તેને ભગવાને કહ્યું કે ‘આ શુક લે પછી તને હુ'સ આપીશ' રાજાએ સ્વપ્નાના અથ એ કહ્યો ‘કે તારે બે પુત્ર થશે અને તે બન્ને તેજસ્વી થશે.’ કમળમાળાએ ગભ ધારણ કર્યાં પુરે મહીને પુત્ર જન્મ્યા અને તેનું નામ શુષ્કરાજ રાખ્યુ. શુકરાજ રાજકુ'ટુંબ ઉચિત વૈભવથી ઉછરતાં ઉછરતાં પાંચ વર્ષના થયા ત્યારે રાજા અને કમલમાળા વસંતઋતુ આવે ઉદ્યાનમાં ફરવા નીકળ્યાં અને તેજ આંબાના ઝાડ નીચે બેઠાં આનંદ અને હર્ષોંના અતિરેકમાં રાજાએ કમલમાળાને કહ્યું • પ્રિયે ! આ તેજ આમ્રવૃક્ષ છે કે જ્યાં આગળ મને પાપટે તારી ભાળ આપી હતી અને મને આશ્રમમાં લઈ જઈ તને મેળવી આપી કૃતાથ કર્યાં' પિતાના ખોળામાં રહેલા પુત્ર શુકરાજ આ વચન સાંભળી એકદમ મૃતિ થયે. રાજા રાણીએ મહાવરા બની અનેક ઉપચાર કર્યાં ત્યારે આંખ ખાલી ભૂતાવેષ્ટની માફક આમ તેમ કુમારે જોયા કર્યું. તેને ઘણુ. એલાવ્યા છતાં તેણે અક્ષરનો ઉચ્ચાર ન કર્યાં, તે નજ કર્યાં. આ પછી ઘણા ઘણા ઉપચારો કર્યાં છતાં રાજકુમારની વાચા બંધ થવાનું કોઈ નિદાન ન કરી શકયુ. અને કુમારની વાચા સદંતર બંધ થઈ.
સમય જતાં દુઃખ ઓછુ થયુ અને ફરી કૌમુદી મહાત્સવપ્રસંગે કમળમાળા અને શુકરાજ સાથે રાજા ઉધાનમાં ફરવા નીકળ્યા. તે આમ્રવૃક્ષને દૂરથી જોતાં