________________
કિJ, જે કસ કલાચાર રે - 1 પાસે પણ સર્વ બનેલી બીના તેણે કહી બતાવ્યાથી તેઓએ શિખામણ આપી કે, “આવા પ્રસંગે તે “આવું ન થાઓ” એમ બોલવું.
તેઓનું બોલવું માન્ય કરી આગળ જતાં એક ઠેકાણે વિવાહને સંબંધ મેળવતા દેખી વિવાહના મંડપમાં જઈ તે બેલ્યો કે “આવું ન થાઓ-આવું ન થાઓ.” આ શબ્દો સાંભળી ત્યાં ભેગા મળેલા લેકેમાંના કેટલાકે તેને ખૂબ માર્યો. જેથી તેણે અગાઉ બનેલી અને શીખેલી સર્વ સાચી વાત જણાવી. ત્યારે તેઓએ સમજાવ્યું કે, “મૂ! એવા સમય પર તે “નિરંતર થાઓ-નિરંતર થાઓ* એમ બેલવું.”
તે સાંભળી, ધારી લઈ, ત્યાંથી વિદાય થયા. આગળ. જતાં એક માણસના પગમાં બેડી ઘલાતી દેખીને તે બે કે, “નિરંતર થાઓ-નિરંતર થાઓ” આ વચને સાંભળતાં. જ તે પુરુષના સંબંધીઓએ તેને કૂટે ત્યાં પણ સાચું બલવાથી તેઓએ કહ્યું કે, “અરે મૂર્ખ ! આવા પ્રસંગ. ઉપર તે જલ્દી છૂટા થાઓ-જલદી છૂટા થાઓ” એમ બેલવું. તે મનમાં યાદ રાખીને આગળ વધે. રસ્તામાં બે જણે મૈત્રી બાંધતા હતા. તેમને દેખી નજીક જઈ તે. બે કે, “જહદી છૂટા થાઓ-જલદી છૂટા થાઓ” જેથી તેમણે પણ માર્યો તેમની પાસે પણ સત્ય બોલવાથી છૂટીને ચાલી કેઈ એક ગામમાં આવી પહોંચે. ત્યાં કેટવાબના ઘરમાં તે નોકરી કરવા રહ્યો. એકદા દુષ્કાળ સમયે તે.