________________
હિ. ક. તે જાણે નિરધાર, સુણો. (૧૦૩) ૩ તિલકમંજરીને પ્રસન્ન કરી. પછી રાત્રિને પાછલે પહેરે જેમ માર્ગની જાણ પથિક મુસાફર સ્ત્રી ઉઠે છે તેમ જાણમાં ઉત્તમ એવી તિલકમંજરી મનમાં કાંઈક વિચાર કરીને ઊઠી. અને મનમાં કપટ ન રાખતાં સખીઓને પરિવાર સાથે લઈ ઉધાનની અંદર આવેલા નેત્રદેવી ચકેશ્વરીદેવીના મંદિરમાં શીધ્ર ગઈ. મહિમાનું સ્થાનક એવી શ્રીચકેશ્વરી દેવીની પરમ ભક્તિ વડે સારા કમળની માળાઓથી પૂજા કરીને તિલકમંજરીએ તેને નીચે પ્રમાણે વિનંતી કરી –“હે સ્વામિના મેં જે મનમાં કપટ રહિત ભક્તિ રાખીને સર્વ કાળ હારી પૂજા, વંદના અને સ્તુતિ કરી હોય, તે આજ મહારા ઉપર પ્રસાદ કરી પોતાની પવિત્ર વાણથી દીન હારી બહેનની શુદ્ધિ કહો. હે માતાજી! આ વાત લ્હારાથી ન બની શકે છે, “મેં ભેજનને આ જન્મે છે ત્યાં સુધી ત્યાગ કર્યો એમ માનજે. કેમકે નીતિને જાણુ માણસ પોતાના ઇષ્ટ માણસના અનિષ્ટની ૫ના મનમાં આવે તે શું ભેજન કરે ખરે?” તિલકમંજરીની ભકિત, શકિત અને બોલવાની યુક્તિ જોઈ ચકેશ્વરી દેવી પ્રસન્ન થઈ શીધ્ર પ્રગટ થઈ. માણસ મનની એકાગ્રતાથી કરે તે શું ન થાય? ચકેશ્વરીએ હર્ષથી કહ્યું કે, “હે તિલકમંજરી ! હારી બહેન સારી પેઠે છે. હે વત્સ! તું મનમાં ખેદ કરે છે તે છેડી દે, અને ભજન કર, અશકમંજરીની શુદ્ધિ એક માસમાં તને એની મેળે મળશે, અને તે જ વખતે દેવગે તેને અને ત્યારે મેળાપ પણ થશે. “ હારે હારી બહેનની સાથે મેળાપ કયાં, કયારે કેવી રીતે થશે?” એમ જે તું પૂછતી હોય તે શ્રા, ૨૮