________________
ફ૩૨] યાગ અનેરા નવિ કરેછે, [શ્રા. વિ. આ રીતે વિલાપ કરવા લાગી. “હે દુદેવતે નિર્દય થઈ એવું દુઃખ મને શા સારૂ આપ્યું? તું એક મારી પુત્રીને હરણ કરી ગયો અને બીજી પુત્રી તેના વિરહથી દુઃખી થઈ મારા દેખાતાં મરણ પામશે ? હાય! હાય! નિભંગી એવી હું હણાણું !!! હે નેત્રદેવીએ ? વનદેવીએ! આકાશદેવીએ! તમે હવે તુરતજ પાસે આવે, અને એ મારી પુત્રીને જીવતી રાખો. રાણીની સખીઓ, દાસીઓ અને નગરની સતી સ્ત્રીઓ ત્યાં આવી રણને દુઃખથી પોતે દુઃખી થઈ ઉચ્ચસ્વરે, અતિશય વિલાપ કરવા લાગી. તે વખતે ત્યાંના સર્વ લેકેને શેક થયે, એમાં શું કહેવું? અરેક એવું નામ ધરાવનારા ઝાડે પણ ચારે તરફથી (વિલાપ) શેક કરતાં હોય એમ લાગ્યું. તે વખતે લેકના દુઃખથી જાણે અતિશય દુઃખી થઈ ત્યાં રહી શકતે ન હેય? તેની જેમ સૂર્ય પણ પશ્ચિમ સમુદ્રમાં ડૂબી ગયે. પૂર્વ દિશા તરફથી ફેલાતા અંધકારને અશકમંજરીના વિરહથી થયેલા શેકે માર્ગ દેખાડશે તેથી તે સુખે ઝડપથી ત્યાં સર્વ ઠેકાણે પ્રસરી રહ્યો. મનની અંદર શક હોવાથી પ્રથમથી જ ઘણા આકુળ-વ્યાકુળ થયેલા સર્વ લેકે, બહાર અંધકાર થઈ ગમે ત્યારે ઘણા જ અકળાયા. મલિન વસ્તુનાં કૃત્ય એવાં જ હોય છે. પછી અમૃત સરખા સુખદાયી છે કિરણ જેનાં એ ચંદ્રમા શૈલયને મલિન કરનારા અંધકારને દૂર કરતે (છતે જાહેર થો) ઉ. જેમ સજળ મેઘ વેલડીને તૃપ્ત કરે છે, તેમ ચંદ્રમાએ મનમાં દયા લાવીને જ કે શું? પોતાની ચંદ્રિકારૂપ અમૃતરસની વૃદ્ધિથી