________________
૩૦૨] તે પરમાર્થ ચુકેરે છે તુજ (૭૫) શ્રિા. વિ. વાનાં લક્ષ્મીની સાથે નિરંતર રહે છે, એવું એક વચન પ્રસિદ્ધ છે, પણ તે સજ્જન પુરુષને લાગુ પડતું નથી. હલકા સ્વભાવના લેકેને ઉદ્દેશીને ઉપરનું વચન પ્રવૃત્ત થયું છે માટે વિવેકી પુરુષે દ્રવ્ય આદિ ઘણું મળે તે પણ અહંકારાદિ ન કરે. કેમકે-જે પુરુષનું ચિત્ત આપદા આવે દીન થતું નથી, સંપદા આવે અહંકાર પામતું નથી, પારકું દુઃખ જોઈને દુઃખી થાય, અને પિતે સંકટમાં આવે તે સુખી થાય, તેમને નમસ્કાર થાઓ. સામર્થ્ય છતાં પારકા ઉપદ્રવ ખમે, ધનવાન છતાં ગર્વ ન કરે અને વિદ્વાન છતાં પણ વિનય કરે, એ ત્રણ પુરુષો પૃથ્વીને ઉત્તમ અલંકાર છે. વિવેકી પુરુષે કેઈની સાથે સ્વલ્પમાત્ર પણ કલેશ ન કરો. તેમાં પણ મોટા પુરુષની સાથે તે ક્યારે પણ ન જ કરે. કહ્યું છે કે–જેને ખાંસીને વિકાર હોય તેણે ચોરી ન કરવી, જેને ઘણીનિદ્રા આવતી હોય તેણે જારકર્મ ન કરવું, જેને રેગ થયો હોય તેણે મધુરાદિ રસ ઉપર આસક્તિ ન કરવી, જીભ વશમાં રાખવી. જેની પાસે ધન હોય તેણે કોઈની સાથે ફલેશ ન કરે, ભંડારી, રાજા, ગુરુ, અને તપસ્વી એમની સાથે તથા પક્ષપાતી, બલિષ્ટ, કુર અને નીચ એવા પુરૂષની સાથે વિવેકી પુરુષે વાદ ન કરે. કદાચિત્ કઈ મોટા પુરુષની સાથે દ્રવ્યાદિને વ્યવહાર થયે હોય તે વિનયથી જ પિતાનું કાર્ય સાધવું. બળાત્કાર, ફલેશ આદિ ન કરે. પંચોપાખ્યાનમાં પણ કહ્યું છે કેઉત્તમ પુરુષને વિનયથી, સૂર પુરુષને ભેદનીતિથી નીચપુરુષને અલ્પ દ્રાદિકના દાનથી અને આપણું બરાબરી હોય તેને