________________
દિ, ક] વલી એહ શિવછાયા છે શુ, (૫) [૨૦૫
અકાળે પઠન, શ્રવણ, મનન કરવું; શ્રાવકોએ ઉપધાન કર્યા વિના દેવવંદનના નવકારાદિ સૂત્રો, સાધુઓએ વેગ વહ્યા વિના સૂત્ર ભણવું, બ્રાંતિથી અશુદ્ધ અર્થની કહપના કરવી; પુસ્તકાદિને પ્રમાદથી પગ પ્રમુખ લગાડવું, જમીન ઉપર પાડવું; જ્ઞાનનાં ઉપકરણ પોતાની પાસે છતાં ભજન કે લઘુનીતિ કરવી; તે મધ્યમ. પાટી ઉપર લખેલા અક્ષરને થુંક લગાડી ભૂંસી નાખવા, જ્ઞાનના ઉપકરણ ઉપર બેસવું, સૂવું જ્ઞાન અથવા જ્ઞાનના ઉપકરણ પિતાની પાસે છતાં વડીનીતિ કરવી; જ્ઞાન કે જ્ઞાનીની નિંદા કરવી, તેના સામા થવું જ્ઞાન કે જ્ઞાનીને નાશ કરવા ઉત્સુત્ર ભાષણ કરવું એ સર્વ જ્ઞાનની ઉત્કૃષ્ટ આશાતના ગણાય છે. દેવની આશાતના-વાસક્ષેપ, બરાસ કે કેસરની ડબી તથા રકેબી, કળશ પ્રમુખ ભગવંતને અફાળવાં, અથવા નાસિકામુખને ફરસેલાં વસ્ત્ર પ્રભુને અડાડવાં, વાળાકુંચી પછાડવી, સ્વ નિવાસને સ્પર્શ વિ. તે જઘન્ય.
પવિત્ર ધોતી પહેર્યા વિના પ્રભુની પૂજા કરવી, પ્રભુની પ્રતિમાદિ જમીન ઉપર પાડવી, અશુદ્ધ પૂજનદ્રવ્ય પ્રભુને ચડાવવાં, રમકડા જેમ હાથમાં લેવા મૂકવા વિ. પૂજાની વિધિને અનુક્રમ ઉલ્લંઘન કરે તે મધ્યમ.
તે પ્રભુની પ્રતિમાને પગ લગાડે; સલેખમ, બળ, થુંક વગેરેને છાંટા ઉડાડે નાસિકાના સલેખમથી મલિન થયેલા હાથે પ્રભુને લગાડવા, પ્રતિમા પોતાના હાથેથી ભાંગવી. (ઑવત) ચેરવી, ચેરાવવી. [હાલ તે સારા ગણાતા એવા પણ આના ઠેકેદાર હોય છે.] વચનથી પ્રતિમાના. અવર્ણવાદ બોલવા તે ઉત્કૃષ્ટ છે. તે વજવી જોઈએ.