________________
૧૬૪] દિએ હરે તુ નિજ રૂપને [શ્રા. વિ. બાબતે ધારીને વિધિપૂર્વક કરેલ દેવપૂજા, દેવવંદના પ્રમુખ ધર્માનુષ્ઠાન મહાફળદાયી થાય છે, અને વિધિપૂર્વક ન કરે તે અલ્પ ફળ થાય છે. તેમજ અતિચાર લાગે તે વખતે સારા ફળને બદલે ઉલટો અનર્થ ઉપજે છે, કહ્યું છે કે – જેમ ઔષધ અવિધિથી અપાય તે ઉલટી અનર્થ ઉપજે છે, તેમ ધર્માનુષ્ઠાનમાં અવિધિ થાય તે નરકાદિકને દુઃખ સમુદાયને નિપજાવે એ હાટો અનર્થ થાય છે, ચૈત્યવંદન આદિ ધર્માનુષ્ઠાનમાં અવિધિ થાય તે સિધ્ધાંતમાં તેનું પ્રાયશ્ચિત પણ કહ્યું છે. મહાનિશીથ
સૂત્રના સાતમા અધ્યયનમાં કહ્યું છે કે જે અવિધિથી ચિત્યવંદન કરે, તે તેને પ્રાયશ્ચિત લાગે, કારણ કે, અવિધિથી ચેત્યવંદન કરનાર પુરૂષ બીજા સાધર્મિઓને અશ્રધ્ધા ઉત્પન્ન કરે છે. દેવતા, વિદ્યા અને મંત્રની આરાધના પણ વિધિથી કરી હોય તે જ ફળસિદિધ થાય છે. નહિ તે તત્કાળ અનદિક થાય છે.
૧. દશત્રિક-નિસિડિ–દેરાસરના મૂળ બારણે પેસતાં પિતાના ઘર સંબંધી વ્યાપારને ત્યાગ કરવા રૂપ પ્રથમ, ગભારાની અંદર પેસતાં દેરાસરને પૂજવા સમારવાના કાર્યને તજવા રૂપ બીજી ચૈત્યવંદન કરવા સમયે દ્રવ્યપૂજાને ત્યાગ કરવા રૂપ ત્રીજી પ્રદક્ષિણ-જિનપ્રતિમાની જમણી બાજુથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના રૂપ ત્રણ પ્રદક્ષિણા દેવી. પ્રણામ-જિનપ્રતિમાને દેખી બે હાથ જોડી કપાળે લગાડીને પ્રણામ કરીએ તે પહેલો અંજલિબધ પ્રણામ. કેડ ઉપરને ભાગ લગારેક નમાવીને