________________
શુભ અશુભ સંક૯૫; " એમ છે; પણ મંદિરનું કાર્ય તે સમુદાયને આધીન હોવાથી કઈ કઈ સમયે જ તે કરવાને પ્રસંગ આવે છે, માટે પ્રસંગ આવે ત્યારે તે કરવાથી વિશેષ પુણ્યને લાભ થાય છે. આગમમાં કહ્યું છે કે–(દ્રવ્યસ્તવથી) ભવ્ય જીને
ધિલાભ થાય છે, સમ્યગૂદષ્ટિ જીનું પ્રિય કર્યું એમ થાય છે, ભગવાનની આજ્ઞા પળાય છે, જિનેશ્વર ભગવાનની ભક્તિ થાય છે, અને શાસનની પ્રભાવના થાય છે. આ રીતે અનેક ગુણ દ્રવ્યસ્તવમાં રહ્યા છે. માટે સામાયિક પાળીને તે જ વ્યસ્તવ કરે. શ્રાદ્ધ દિનકૃત્યમાં કહ્યું છે કે નિર્ધન શ્રાવક ઘેર જ સામાયિક લઈને જે કેઈનું દેવું ન હોય, અને કેઈની સાથે વિવાદ ન હોય તે સાધુની પેઠે ઉપગથી જિનમંદિરે જાય. જે. જિનમંદિરે કાયાથી બની શકે એવું કોઈ કાર્ય હોય, તો સામાયિક પારીને દ્રવ્ય સ્વરૂપ કાર્યને કરે.”
દ્રવ્યપૂજામાં ચૈત્યવંદન ભાષ્યના ૨૦૭૪ ભેદ - શ્રાદવિધિની મૂળ ગાથામાં “વિધિના” એવું પદ છે, તેથી ત્યવંદન ભાષ્યાદિ ગ્રંથમાં ચાવીસમૂળ દ્વારથી અને બેહજાર ચુમેર પ્રતિદ્વારથી કહેલ, દશત્રિક તથા પાંચ અભિગમ પ્રમુખ સર્વ વિધિ આ ઠેકાણે જાણ. તે આ રીતે –૧ ત્રણનિસિહી ૨ ત્રણ પ્રદક્ષિણ, ૩ ત્રણ પ્રણામ, ૪ ત્રિવિધ પૂજા, ૫ અરિહંતની ત્રણ અવસ્થાની ભાવના, ૬ ત્રણ દિશાએ જોવાથી વિરમવું, પગ નીચેની ભૂમિ ત્રણ વાર પૂજવી, ૮ ત્રણ વદિક ૯ ત્રણ મુદ્રા, અને ૧૦ ત્રિવિધ પ્રણિધાન એ દશત્રિક જાણવી. ઈત્યાદિ સર્વ