SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ (૧) ક્ષેત્ર :- ભરત-ઐરાવતક્ષેત્રોને આશ્રયીને સમ્યફશ્વત સાદિ-સાંત હોય છે. આ ક્ષેત્રોમાં પ્રથમતીર્થકર કાળે તે થાય છે. એટલે સાદિ, ચરમતીર્થંકરના અંતે અવશ્ય વિચ્છેદ થાય છે એટલે સપર્યવસિત. (૨) કાળ - ઉત્સર્પિણી-અવસર્પિણીને આશ્રયીને તે ભરત-ઐરવતોમાં એ સાદિસપર્યવસિત થાય છે. બંને સમ તૃતીયઆરામાં પ્રથમ ભાવથી દ્વાદશાંગીની ઉત્પત્તિ થતી હોવાથી સાદિ, ઉત્સર્પિણીમાં ચોથા આરાની શરૂઆતમાં અને અવસર્પિણીમાં પાંચમાં આરાના અંતે અવશ્ય વિચ્છેદથી સપર્યવસિત. (૩) ભાવ:- પ્રજ્ઞાપક ગુરુ અને શ્રુતપજ્ઞાપનીય અર્થોને આશ્રયીને સાદિ-સાંત. પ્રશ્ન-૪૯૭ – પ્રજ્ઞાપક અને પ્રજ્ઞાપનીય અર્થોને આશ્રયીને સાદિ વગેરે રૂપ કઈ રીતે થાય ? ઉત્તર-૪૯૭– ઉપયોગ=આંતર શ્રુતપરિણામ, સ્વર=ધ્વનિ, પ્રયત્નતા આદિ વ્યાપાર વિષયો યત્ન, સ્થાનવિશેષો=આસન વિશેષો, પ્રજ્ઞાપક ગુરુ વ્યાખ્યાન કરે છે ત્યારે એ ભાવો-ધર્મો થાય છે. એ બધા અનિત્ય હોવાથી સાદિ-સપર્યવસિત છે. તેથી એ ભાવોની અપેક્ષાએ શ્રુત પણ વક્તાથી અનન્ય હોવાથી સાદિ-સાંત છે. પ્રજ્ઞાપનીય અર્થોમાં રહેલા ભાવો :- ગતિ-અણઆદિનું ગમન પરિણામ, સ્થાન-તેમનું જ સ્થિતિ પરિમામ, ભેદ-અન્ય સંયુક્ત એવા તેમનું જ વિઘટન, સંઘાત અન્યો સાથે સંયોગ, વર્ણ-કૃષ્ણાદિ, શબ્દ-મમધુરાદિ, આદિ શબ્દથી રસ, ગંધ-સ્પર્શ અને સંસ્થાન. આ ગતિ-સ્થિતિ આદિભાવોપર્યાયધર્મો પરમાણુ આદિ પ્રજ્ઞાપનીય ભાવોમાં હોય છે. તેથી અનિત્ય હોવાથી એ સાદિ સપર્યવસિત છે. એ બધા શ્રુતના ગ્રાહ્ય છે. શ્રુત એ ગ્રાહક છે અને ગ્રાહક ગ્રાહ્યનું કારણ થાય છે એટલે કાર્ય-કારણના અભેદ ઉપચારથી શ્રુત પણ સાદિ સપર્યવસિત છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાશ્રયીને અનાદિ-અનંત ચોથો ભાંગો - (૧) દ્રવ્ય - દ્રવ્યવિષયમાં નારક-તિર્યચ-મનુષ્ય-દેવગત વિવિધ સમ્યગ્દષ્ટિ જીવોને આશ્રયીને સમ્યકશ્રુત ત્રણે કાળમાં સતત હોય છે, હતું અને રહેશે ક્યારેય વિચ્છેદ નહિ થાય, તેથી તેમને આશ્રયીને એ અનાદિ અપર્યવસિત છે. (૨) ક્ષેત્ર - પાંચ મહાવિદેહને આશ્રયીને અનાદિ-અપર્યવસિત છે. કેમકે, ત્યાં સર્વદા તીર્થ પ્રવર્તે છે. તેથી ત્યાં કદિ પણ શ્રુતનો વિચ્છેદ નથી થતો.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy