________________
નવમ સ્થાન, ઉદ્દેશ-૧ • નિગ્રંથીને સંભોગીમાંથી વિસંભોગી કરવાના ૯ કારણ, ૯ પ્રકારે બ્રહ્મચર્ય, ૯ અધ્યયન,
૯-૯ સ્થાનોનું વિસ્તૃત વર્ણન. • ૯ પ્રાદેશિક-સ્કંધ તથા પુદ્ગલોનું વર્ણન. દશમ સ્થાન, ઉદ્દેશ-૧ • ૧૦ પ્રકારની લોકસ્થિતિ, ૧૦ પ્રકારના શબ્દ, ૧૦ પ્રાદેશિક સ્કંધ, ૧૦ સમયની
સ્થિતિવાળા પુદ્ગલ આદિ ૧૦-૧૦ સ્થાનોનું વિસ્તૃત વર્ણન.
શ્રી ઠાણાંગ સૂત્રની સેવના સારજો,
કરીએ રે ભવિ તરિયે ભવજળ વારિધિ રે લોલ દશ અધ્યયને વધતા છે દશ બોલ જો,
સુણીયે રે ભવિ મુણિયે થુણિએ સારધી રે લોલ ૧ - અર્થ :- શ્રી ઠાણાંગ સૂત્રની સારભૂત સેવના કરીને હે ભવ્ય ! ભવ સમુદ્રને તરીએ. આ આગમમાં દસ અધ્યયનમાં ક્રમસર વૃદ્ધિ પામતા એક-બે-ત્રણ એમ દસ બોલ છે. ભવ્ય આત્માએ શ્રેષ્ઠ બુદ્ધિથી તેને સાંભળવા જોઈએ, જાણવા જોઈએ અને તેની સ્તુતિ કરવી જોઈએ.