SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृतांग ३९९ છે. તેથી તપપ્રધાન ધર્મ વડે સર્વ જીવોને હિતકારી હોવાથી હંમેશા સંયમ વડે સંપન્ન થયેલા જીવોને વિષે દયાને કરે, તે ન કરવા યોગ્ય આરંભને દૂરથી છોડી દે. આ ધર્મ તીર્થકર છે એમ સારી રીતે જાણી તેના અંગરૂપ જીવને સમાધાનકારિણી પચ્ચીસ પ્રકારની તથા બાર પ્રકારની ભાવના ભાવે. ભાવના યોગથી શુદ્ધ અંત:કરણવાળો, છોડી દીધો સંસાર સ્વભાવ જેણે એવો, સંસાર સમુદ્રમાં ડૂબતો નથી, પરંતુ પ્રાપ્ત કરેલ ચારિત્રવાળું જીવરૂપી વહાણ, સદ્આગમરૂપી કર્ણધાર એટલે કપ્તાન વડે, અધિષ્ઠિત તારૂપી પવનના વશથી (કારણો) સર્વ દુઃખમય સંસારસાગરથી પર (પાર) થવારૂપ મોક્ષ નામના સ્થાનમાં જાય છે. ભાવના યોગ વડે શુદ્ધાત્મા સંસારમાં રહેલો અશુભ મન, વચન, કાયાથી છૂટે છે. સાવદ્ય ક્રિયારૂપ પાપને અને તેના કાર્યરૂપ આઠ કર્મને પરિજ્ઞયા વડે જાણીને પ્રત્યાખ્યાનપરિજ્ઞયા વડે તેના ઉપાદાનનો ત્યાગ કરતો તેનાથી છૂટે છે, તે જીવ નવા કર્મો નહીં કરતો આશ્રવ દ્વારોને બંધ કરી, કઠોર તપ ચારિત્રવાળો પૂર્વમાં એકઠા કરેલા કર્મોથી પાછો ફરે છે (વળે છે), નવા કર્મો નહીં કરતો (થકો) અને સમસ્ત કર્મોનો ક્ષય (નાશ) કરે છે. પોતાના તીર્થ એટલે ધર્મનો નાશ થતો જોઇને ફરીવાર સંસાર તરફ આવવાનું થતું નથી. યોગરૂપી કારણનો અભાવ તેમજ નવા કર્મ અભાવ હોવાથી આવવું શક્ય નથી. ભગવાનને પોતાના ધર્મની (દર્શનની) રક્ષા કરવાનો આગ્રહ અસંભવ છે કારણ કે નાશ પામી ગયું છે. સમસ્ત દ્વન્દુત્વપણું રૂપ તથા રાગદ્વેષ રહિતપણા વડે સ્વપરની કલ્પનાનો અભાવ હોવાથી ફરી આવાગમન થતું નથી. આ જ આઠ પ્રકારના કર્મ, તેના કારણો, તેના વિપાકો જાણે છે. અને તેની નિર્જરણા એટલે ક્ષય તે નિર્જરાનો ઉપાય જાણે છે. તેથી આ જીવ તે કરે છે. જેથી આ સંસારમાં ફરી જન્મતો નથી અને મરતો નથી. પરા निरुद्धाश्रवद्वारस्य न जन्मजरामरणानीत्याहपरीत्यक्तस्त्रीसङ्गो धर्मी निष्ठितार्थः ॥५१॥ परित्यक्तेति, आश्रवाणां प्रधानत्वात्, केषाञ्चिद्दर्शनेऽङ्गनोपभोगस्य निराश्रवत्वस्य स्वीकारेण तन्निरासाय च तथाऽस्य निरपवादत्वान्मैथुनपरित्यागः कण्ठत उक्तः, उपलक्षणतयाऽपरव्रतानामपि ग्रहणम् । स्त्रीसङ्गो हि निखिलाविनयास्पदभूतः, सूकरादिपशूनां वध्यस्थानप्रवेशनभूतो भक्षविशेषो नीवार उच्यते तत्समानं मैथुनम्, यथा हि पशुर्नीवारेण प्रलोभ्य वध्यस्थानमुपनीय नानाप्रकारा वेदनाः प्राप्यत एवमसौ जीवो नीवारतुल्येनानेन स्त्रीसङ्गेन वशीकृतो बहुप्रकारा यातनाः प्राप्नोति, येन च स्त्रीप्रसङ्गः परित्यक्तः स एव प्रधानभूतमोक्षलक्षणपुरुषार्थोद्यतो धर्मवानशेषकर्मबन्धनोन्मुक्तश्च, नासंयमजीवितमभिलषति परिग्रहादिकमपि नेच्छति, असंयमजीवितञ्चानादृत्य सदनुष्ठानपरायणो ज्ञानावरणादिकर्मणां पर्यवसानाय यतते, यतमानः संसारावतरणद्वाराण्यपनीय रागद्वेषासम्पृक्ततया विषयाप्रवृत्तेः
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy