SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृतांग ३५३ કરે છે. અતિસ્નેહને પ્રગટ કરતી તે નજીકમાં આવી વિવિધ પ્રકારના વચનો વડે મુગ્ધ કરતી કામવિકારને જગાડતી – ઉત્પન્ન કરતી ઠગવા માટે સામે જ વસ્ત્રને ઢીલા થઈ ગયા છે. એવા બહાના હેઠળ અભિલાષાપૂર્વક ઢીલા થયેલા વસ્ત્રોને ફરી બાંધે છે. આળસ ખાવાના બહાને શરીર ઊંચું કરી મરડે છે. બગલ બતાવી જતી ઉપભોગ માટે પ્રાર્થના કરે છે. વિશ્વાસ ઉત્પન્ન કરી અકાર્ય કરવા માટે નિમંત્રણ આપે છે. આવા પ્રકારના સ્ત્રીના વિલાસોને જાણી એના વિપાકોનો જાણકાર પરમાર્થદર્શી સાધુ તેની આંખમાં પોતાની આંખ સ્થાપે - મિલાવે નહીં. જો કોઈ કામ હોય તો કંઈક અવજ્ઞપૂર્વક જુએ પણ તેની ક્રિયાઓમાં (ચેષ્ટાઓમાં) લોભાય (ખેંચાય) નહીં. સ્ત્રી સંસર્ગથી પ્રાપ્ત થયેલા શબ્દ વગેરે વિષયો દુર્ગતિ ગમનના મુખ્ય કારણરૂપ, સન્માર્ગના આગળા (અર્ગલા)રૂપ આવા પ્રકારની સ્ત્રીને જાણવી. વળી અનેક પ્રકારના વિવિધ પ્રપંચો વડે કરૂણા વિનયપૂર્વક સ્ત્રીઓ નજીક આવીને વિશ્વાસજનક વચનો બોલતી ખાનગીમાં આલાપો (વાતો) વડે મૈથુન સંબંધી વચનો વડે સાધુના ચિત્તને આકર્ષી તેને અકાર્ય કરવા તરફ નોકરની જેમ હુકમ કરે છે. તે સાધુપણ સ્ત્રીના પાશમાં બંધાયેલો હરણીયાની જેમ કૂટમાં (જાળ) પડેલો પરિવારના માટે દરરોજ બંધનમાં ક્લેશ દુઃખ) પામે છે. તથા ભ્રષ્ટચારિત્રવાળાને કાયાભિલાષકને મારા વશમાં છે. એમ જાણીને લિંગમાં રહેલો ઉપકરણોને અધિકારીથી છેદ તુંબડાની જેમ શસ્ત્ર પ્રાપ્ત કર, જેના વડે પાત્રા વગેરેના મુખ વગેરે કરાય, સારા તુંબડા લાવી ધર્મકથા વગેરે ફળો વસ્ત્ર વગેરે લાભ રૂપ આદરે, પાત્રને લેપ કરે, જેથી સુખપૂર્વક ભિક્ષાટન થઈ શકે. આવા પ્રકારના કાર્યોમાં અળતા વગેરે વડે બન્ને પગો રંગે, ગૃહસ્થોના ઉપકરણોને લઈ કાજળના આધારરૂપ નીલિકા, કટક એટલે કડા, કેયુર એટલે બેરખા વગેરે અલંકારને આપો, જેના વડે હું સર્વ અલંકારભૂષિત થાઉં, વીણા વગેરેના વિનોદ વડે તમને હું આનંદ પમાડું, મોઢાને અભંગન કરવા માટે સંસ્કારિત સુગંધી તેલ લાવો, તડકો વરસાદથી રક્ષા માટે છત્રી પગરખાની મને અનુજ્ઞા આપો, વાળ વ્યવસ્થિત કરવા માટે કાંસકી, દાંત સાફ કરવા માટે દાતણ મારી પાસે લાવો. રાત્રીના સમયે ભયથી બહાર જવા માટે અસમર્થ કરવા માટે રાત્રીમાં બહાર જવાનું ન થાય તેવું કરો. મારા પુત્રને માટે રમતના સાધનો લાવો. તેને રમાડો, તેની સાથે રમો. ચોમાસાના સમયે રહેવા યોગ્ય મકાનને, ચોખા વગેરે ભોજન ઉત્પન્ન કરો. જેથી સુખપૂર્વક તે સમય અમે પસાર કરી શકીએ. આમ આ રીતે કર્મોમાં અને તેમના બતાવેલા (નિર્દેશથી) મહામોહના ઉદયમાં રહેનારા નીચતા (અપહસ્તિતા) પામી આલોક અને પરલોકના કષ્ટોને ઉંટની જેમ પરાધીન થાય છે. તેથી વિદ્વેષથી લેપાયેલો કાંટાથી પણ મહાનર્થકારી સ્ત્રીને જાણીને, બહેન, પૌત્રી, દીકરી, માતા આદિને પણ આવી વિચારી સ્ત્રી માત્રની સાથે વિવેકીએ સંપર્ક કરવો નહીં. છોડી દીધેલ દોહિત્રી વગેરેની સાથે સાધુને જોઈ સ્ત્રી જાતિને અથવા બીજાઓને આવી શંકા થાય છે, પ્રાણિમાત્ર, ઈચ્છા, કામ, મદન વડે આસક્તા જેથી આવા પ્રકારનો પણ સાધુ સ્ત્રીને કામબુદ્ધિથી જોવામાં આસક્ત મનવાળો, છોડી દિીધો છે જેણે એવો પોતાનો વ્યાપાર એની સાથે નિર્લજ્જ થઈને ઊભો રહે છે. જેથી અનર્થ માટે સ્ત્રી સંબંધ છે. તેથી આત્મહિતની કામનાપૂર્વક સ્ત્રી-પરિચય (વસતિ) છોડવો જોઈએ. ૩૦Iી.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy