SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रार्थमुक्तावलिः दर्दुरवदित्येवंविधलक्षणयोगित्वादप्काया भवन्ति जीवाः । उपभोगः स्नानपानधावनभक्तकरणसेकयानपात्रोडुपगमनागमनादिः, एतदुपभोगेच्छया जीवा अप्कायवधे प्रवर्त्तन्ते करणत्रयैः । शस्त्रमपि कोशादिना उत्सेचनगालनधावनादिकं समासतो द्रव्यशस्त्रम्, विभागतो द्रव्यशस्त्रं स्वकायशस्त्रलक्षणं नादेयं जलं तडागस्य, परकायशस्त्रं मृत्तिकास्नेहक्षारादि, उभयशस्त्रन्तु उदकमिश्रितमृत्तिकाऽम्भसः, भावशस्त्रञ्चासंयमः प्रमत्तस्य दुष्प्रणिहितमनोवाक्कायलक्षणः ॥१३॥ હવે પ્રસંગવશાત્ અકાયનું નિરૂપણ કરે છે. સૂત્રાર્થ :- પ્રરૂપણા, લક્ષણ, પરિમાણ, ઉપભોગ, શસ્ત્રો વડે અકાયનું વિશેષ જણાવે છે. (નિરૂપણ કરે છે.) १५६ ભાવાર્થ :- પ્રરૂપણા વિ. પૃથ્વીકાય કરતાં અકાયની વિશેષતા છે. પૃથ્વીકાય જીવના સ્વરૂપની વિચારણામાં જણાવેલ નવ દ્વાર સિવાય પણ (હોતે છતે) અકાય જીવોના આ બીજા ભેદ છે. તે આ પ્રમાણે. પ્રરૂપણા દ્વાર - ત્યાં સૂક્ષ્મ-બાદર એમ બે ભેદે અકાયના જીવો છે. સૂક્ષ્મ અકાય સર્વલોક વ્યાપી છે. (૧૪ રાજલોકમાં વ્યાપીને રહેલ છે.) બાદર અકાય જીવો પાંચ પ્રકારે છે. (૧) શુદ્ધ પાણી (૨) અવશ્યાય (૩) હિમ (૪) મહિકા (૫) હરતનુના ભેદથી. (૧) તળાવ, સમુદ્ર, નદી વિગેરેનું જે અવશ્યાય રહિત પાણી તે શુદ્ધ ઉદક કહેવાય છે. (૨) રાત્રિમાં જે સ્નિગ્ધ પાણી જેવું પડે છે તે અવશ્યાય કહેવાય છે. (૩) શીયાળામાં (શિશિરઋતુ) ઠંડા પુદ્ગલોના સંપર્કથી થયેલું જે કઠણ પાણી તે હિમ કહેવાય છે. (૪) અમુક વખત પ્રાતઃકાલે અથવા સંધ્યાકાલે ધૂમ્મસ જેવું જે પડે તે મહિકા કહેવાય છે. (૫) વર્ષાઋતુ અને શરદઋતુમાં લીલી વનસ્પતિ ઉપર રહેલું પાણીનું ટીપું અને સ્નેહાળ (સ્નિગ્ધ) ભૂમિના સંપર્કથી ઉત્પન્ન થતું પાણીનું ટીપું તે હરતનુ કહેવાય છે. એ પ્રમાણે... આ બાદર અકાય જીવો પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે ભેદે છે. જે જીવોને વર્ણ-ગંધ વિ. પ્રાપ્ત થયેલું નથી તે અપર્યાપ્તા અને પર્યાપ્તા જીવોના વર્ણ-ગંધ આદિ હજારો ભાંગાઓથી ભેદ પડે છે. (યુક્ત છે.) અને તેથી સંખ્યાતી યોનિ પ્રમાણ (હોવાથી.) લાખો ભેદો થાય છે. આ સંવૃત્ત યોનિવાળા છે. અને તે યોનિ (સંવૃત્તયોનિ) સચિત્ત-અચિત્ત-મિશ્રના ભેદથી ત્રણ પ્રકારની છે. વળી (તેમજ) શીત-ઉષ્ણ-ઉભયના ભેદથી ત્રણ પ્રકારે છે એ પ્રમાણે ગણતા યોનિની (સંખ્યા) સાત લાખ થાય છે. (અકાયની સાત લાખ યોનિ થાય છે.) પરિમાણ દ્વાર - પૃથ્વીકાયની જેમ, પરંતુ બાદર પૃથ્વીકાય પર્યાપ્તાથી બાદર અકાય પર્યાપ્તા જીવો અસંખ્યાત ગુણા છે, બાદર પૃથ્વીકાય અપર્યાપ્તા જીવોથી બાદર અકાય અપર્યાપ્તા જીવો અસંખ્યાત ગુણા છે. સૂક્ષ્મ પૃથ્વીકાય અપર્યાપ્તાથી સૂક્ષ્મ અકાય અપર્યાપ્તા જીવો વિશેષાધિક છે, સૂક્ષ્મ પૃથ્વીકાય પર્યાપ્તા જીવોથી સૂક્ષ્મ અકાય પર્યાપ્તા જીવો વિશેષાધિક છે એટલું વિશેષ છે.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy