SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) “ઘણી બધી એવી પણ મહિલાઓની વચ્ચેથી' એટલે કે એકાદ બે મહિલા હોય તો તો સુતરાં રાજપુરુષો ઘરની સારભૂત વસ્તુઓ લઈ જાય. કેમકે એક સ્ત્રી ઘરમાં એકલી હોય સાથે પૈસો હોય એટલે જોખમ મોટું ગણાય. પણ ઘણી બધી હોવા છતાં પણ લઈ જાય. (૨) “આ લોકમાં પણ' એટલે કે લોકોત્તર ધર્મમાં તો પુરુષ પ્રધાનતા છે. પણ આ લોકમાં પણ આ પ્રસંગ દ્વારા પુરુષ પ્રધાનતા સ્પષ્ટ રીતે જણાય છે. லலல यथायं पुरुषप्रधानो धर्मस्तथा जनरञ्जनाप्रधान इति यश्चिन्तयेत् तं प्रत्याह - किं परजणबहुजाणावणाहिं वरमप्पसक्खियं सुकयं । इय भरहचक्कवट्टी, पसन्नचंदो य दिटुंता ॥ १९ ।। किं परजण० गाहा : ज्ञाप्यते परप्रतीतं क्रियतेऽमूभिरिति ज्ञापना रज्जना, बहवश्च ता ज्ञापनाश्च बहुज्ञापनाः, परजनस्य बहुज्ञापना इति समास: ताभिः, किं? न किञ्चित्, असारत्वात्तासां। वरं प्रधानमात्मासाक्षिकं प्रत्यायितस्वचित्तं सुकृतं सदनुष्ठानम्, इत्येवमेतन्नान्यथा। इहेति पाठान्तरं वा, इहाऽस्मिन्नर्थे भरतचक्रवर्ती प्रसन्नचन्द्रश्च दृष्टान्तौ, तथाहि - भरतस्याऽऽदर्शसदनान्तर्वर्तिनोऽङ्गुलीयपाताऽशोभिताङ्गुलीदर्शनविस्मयेन क्रममुक्तनिःशेषाऽऽभरणविच्छायाङ्गनिरीक्षणद्वाराऽऽयातवैराग्यप्रकर्षस्याऽरजितेऽपि बहिर्लोके शुक्लध्यानोल्लासादभूत्केवलज्ञानमिति। प्रसन्नचन्द्रस्य पुनर्दुर्विषहशीतवाताऽप्रावरणनिष्प्रकम्पकायोत्सर्गावर्जितश्रेणिकादिलोकचित्तस्य पुत्रपरिभवाकर्णनसञ्जातचित्तविप्लवप्रारब्धसङ्ग्रामस्य सप्तमनरकपृथिवीप्रायोग्य-कर्मकरणपरिणामोऽभूत्। तन्न लोकरञ्जनाप्रधानो धर्मः, अपि तु चित्तशुद्धिप्रवर इत्यभिप्रायः ॥ १९ ॥ અવતરણિકા : “જે રીતે = ઉપર કહ્યા પ્રમાણે આ ધર્મ પુરુષપ્રધાન છે તે રીતે શું લોકને રંજન કરવામાં = ભરમાવીને ખુશ કરવામાં પણ પ્રધાન છે કે શું?' આ પ્રમાણે જે કોઈ વ્યક્તિ વિચારે તેની પ્રતિ = તરફ (તેના ખોટા વિચારને દૂર કરવા ગ્રંથકારશ્રી) કહે છે કે : ગાથાર્થ : પારકા લોકની સમક્ષ ઘણા દેખાડા વડે શું કામ છે? અર્થાત્ એ દેખાડો નકામો હોવાથી એના વડે સર્યું, આત્મસાક્ષિક એવું જ સુકૃત = સદનુષ્ઠાન વર= શ્રેષ્ઠ કહેવાય. તિ = અને આ વાત આ પ્રમાણે જ છે. (અને આ આત્મસાયિક સદનુષ્ઠાનના વિષયમાં) ભરત ચક્રવર્તી અને પ્રસન્નચંદ્ર રાજર્ષિ દૃષ્ટાંત રૂપ છે. // ૧૯ || ટીકાર્ય : (અરઝનવજ્ઞાપનમિ: શબ્દમાં જે જ્ઞાપના શબ્દ છે તેનો પ્રથમ અર્થ કરીને પછી આખા શબ્દનો સમાસ કરે છે :) જણાવાય છે એટલે કે પોતે કરેલ વસ્તુ પોતાના સિવાયના બીજા પ્રતીત = જણાયેલું થાય એ રીતે કરાય છે આના વડે તે = જ્ઞાપના એટલે કે રંજના = દેખાડો, શોબાજી.
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy