SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ अन्यच्च महिला बहुयाण वि, मज्झाओ इह समत्तघरसारो । रायपुरिसेहिं निज्जइ, जणे वि पुरिसो जहिं नत्थि ।। १८ ॥ महिलाण० गाहा : महिलानां स्त्रीणां सुबहूनामपि मध्यादिह जनेऽपीति सम्बन्धः, समस्तगृहसारः सर्वद्रव्यनिचयादिः, राजपुरुषैर्नीयते राजकुलं प्राप्यते यस्मिन् गृहे पुरुषो नास्त्यधनिकत्वादिति ।। १८ ।। અવતરણિકા : (આ જ પ્રસ્તુત વિષયમાં) બીજું વળી ( કહે છે કે) ગાથાર્થ : (પૂર્વના કાળની પરંપરાના અનુસારે) આ લોકને વિષે પણ ઘણી બધી એવી પણ મહિલાઓની વચ્ચેથી સઘળા ય ઘરનો સા૨ (પૈસો વિગેરે) રાજાના પુરુષો = સૈનિકો વડે લઈ જવાય છે. (ક્યાં આવું કરવામાં આવે છે ? એના જવાબમાં કહે છે કે :) જે ઘરમાં પુરુષ (મરી ગયો હોવાને લીધે) નથી હોતો. ।। ૧૮ ।। ટીકાર્ય : (પૂર્વના કાળમાં જે ઘરમાં એક પણ પુરુષ બચ્યો ન હોય તે ઘરની બધી ધન વિગેરે પ્રધાન વસ્તુઓ રાજા સૈનિકો દ્વારા રાજકુલમાં લેવરાવી દેતાં. કેમકે એકલી સ્ત્રી હોય અને સાથે પૈસો હોય તો ખોટા કામ થતાં વાર ન લાગે. માટે આવી એક નીતિ હતી. એના આધારે વાત કરે છે કેઃ) ઘણી બધી એવી પણ મહિલાઓની વચ્ચેથી આ લોકમાં પણ, ‘નનેપિ’ શબ્દ ગાથાના ઉત્તરાર્ધમાં છે છતાં પણ ‘જ્જ’ શબ્દના વિશેષ્ય તરીકે અહીં એનો સંબંધ કરી લેવાનો છે. સઘળો ઘ૨નો સા૨ એવો સર્વ પૈસાનો ઢગલો વિગેરે (‘આદિ’ શબ્દથી રત્નોનો ઢગલો, મૂલ્યવાન ચીજો વિગેરે જાણવા) રાજપુરુષો વડે = સૈનિકો વિગેરે વડે લઈ જવાય છે એટલે કે રાજકુલમાં પહોંચાડાય છે. (પ્રશ્ન : કયાં ઘરમાં આવું કરાય છે ?) ઉત્તર ઃ જે ઘરમાં પુરુષ = પુરુષમાત્ર = એક પણ પુરુષ નથી. (અર્થાત્ એક પણ પુરુષ જીવતો ન રહ્યો હોય.) (પ્રશ્ન : પુરુષ ભલેને બધા મરી ગયા હોય. પણ સ્ત્રીઓ તો છે જ. એ પૈસા વિગેરે નો ઉપયોગ એ લોકો ક૨શે. તો પછી શા માટે રાજા પચાવી પાડે છે ?) ઉત્તર ઃ (પુરુષ મરી ગયો હોવાને લીધે ઘર એ) અધનિક = ધણી વગરનું = નધણિયાતુ બની જાય. (કેમકે પુરુષ સિવાય કોઈપણ ધણી બની શકે નહીં. અને નગરની નધણિયાતી વસ્તુનો ધણી રાજા કહેવાય.) માટે રાજા રાજપુરુષો દ્વારા એ ઘરમાંથી બધુ ધન લેવરાવી દે છે. ।। ૧૮ ।। (આ ગાથા દ્વારા પણ ‘પુરુષની પ્રધાનતા લોકમાં પણ મનાયેલી છે' એ વાત સ્પષ્ટપણે જણાય છે.) વિશેષાર્થ : ગાથામાં જે બે ‘પિ’ શબ્દો છે તે બંનેના અર્થ આ પ્રમાણે જાણવા. તેમાં પહેલા ‘પિ’નો અર્થ :
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy